________________
શ્રી
ડૉ. રમણલાલ શાહના આ પ્રવાસપુસ્તકને હું આવકારું છું, મિત્ર તરીકે જ નહિ, દેશજન તરીકે. પ્રત્યેક વિદેશી પ્રવાસી પોતાના સમાજની સંસ્કૃતિનો, તેની વિદ્યા અને નીતિરીતિનો પ્રતિનિધિ છે. સુજ્ઞ, પ્રાજ્ઞ, સમભાવી, વિરેકી રમણલાલ શાહ જેવા પ્રવાસે જાય ત્યારે આપણા દેશની વિશિષ્ટતાની કંઈક ઝાંખી પરદેશીઓને થતી હશે. ભાઈ રમણલાલ જ્યાં ગયા ત્યાં સંપર્કમાં આવેલા વિદેશીઓને આપણાં ધર્મ, નીતિ, વિદ્યા, રાજકારણ વગેરેનો અણસાર મળ્યો હશે. વિદેશી જીવનપદ્ધતિઓમાં રૂડું અને સ્વીકારયોગ્ય શું છે તે પણ આવા પ્રતિનિધિ જાણી લાવે છે. એ નવા સંસ્કારની હવા અનાયાસ દેશમાં પ્રસેરે છે. વળી, આપણા દેશની અતિપ્રશંસા કે વિદેશી જીવન વિશેની કેટલીક ભ્રમણાઓનું થોડું નિરસન પણ થાય છે. સામૂહિક જીવનની, ધીમંત શ્રીમંત તેમ જ શ્રમિકોના જીવનની તરેહોમાં આપણે ઘણું હજુ શીખવાનું છે; તો ધાર્મિક અને કૌટુમ્બિક જીવનભાવનાઓ અંગે આપણે કદાચ આપવાનું પણ છે. કોલાહલ અને સંઘર્ષ તો સર્વત્ર છે. કોઈ દેશ બચ્યો નથી, પણ સાચી શાન્તિ અને સાચી માનવીય પ્રગતિ માટે માત્ર કલ્પનાતરંગો (fancies) કે સંપ્રત્યયો (concepts) નહિ પણ દિશા, ગતિ અને વેગ આપી શકે એવું કંઈક ભારત પાસે છે; એ તેને વારસામાં મળેલું છે. પ્રો. રમણભાઈ શાહ જેવા સાચા પ્રવાસીઓ આપણી આ સંપત્તિનો વૈશ્વિક વિનિયોગ કરવામાં, વિનિયોગના વ્યાપારમાં સહાયક થઈ શકે.
વિષ્ણુપ્રસાદ ૨. ત્રિવેદી
તા. ૧૦-૪-૧૯૮૩
મંત્રી,
સુરત-૧
Jain Education International
XII
For Private & Personal Use Only
www.jainelibrary.org