SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ પાસપોર્ટની પાંખે અમે આગળ ચાલતાં હતાં. અમારી સાથેની બહેનો ધીમે ધીમે પાછળ પાછળ આવતી હતી. થોડેક આગળ ચાલતાં રસ્તામાં બરાબર વચ્ચે ઊભેલા બે અંગ્રેજોને મેં જોયા. તેઓ મને બોલાવવાની ઉત્સુકતાથી મારી સામે નજર મેળવીને હસતા હતા. હું વિચારમાં પડ્યો, કારણ કે તેમને હું ઓળખતો ન હતો. તેમને ક્યાંય મળ્યો હોઉં એવું પણ કશું યાદ આવતું નહોતું. મનમાં થયું કે કદાચ મારાં વ્યાખ્યાનોમાં કેટલાક અંગ્રેજો આવે છે તેમાંના આ કોઈક હશે, એટલે મને બોલાવી રહ્યા લાગે છે. તેમની પાસે પહોંચતાં મેં તેમને “હલો' કહ્યું, પરંતુ મને કોઈ પ્રત્યુત્તર મળ્યો નહિ. ઊલટાનું એવું લાગ્યું કે તેઓ હસીને માંહોમાંહે કંઈક બબડતા હતા, જાણે મારી મજાક ન કરતા હોય ! હું ભોંઠો પડ્યો. મને થયું કે કદાચ મને બોલાવવામાં તેઓની ભૂલ કે ગેરસમજ થઈ હશે અને તેઓ ભોંઠા પડ્યા હશે એટલે હસતા હશે. હું મહેલના દરવાજા પાસે પહોંચી ગયો. બીજા મિત્રો પણ આવી પહોંચ્યા. બાકીનાંની રાહ જોઈ અમે ત્યાં ઊભા રહ્યા. એટલી વારમાં સાથેની બહેનો પણ આવી પહોંચી. તેઓ માંહોમાંહે જોરજોરથી વાતો કરી રહી હતી. તેમના અવાજમાં ગુસ્સો વર્તાતો હતો. તેમના શબ્દો કાને પડ્યા : “કેવા બરાબર વચ્ચે ઊભા રહીને મશ્કરી કરે છે ?” “બંને જણ આપણી સામે કેવા ટીકીટીકીને જતા હતા અને અંદર અંદર હસતા હતા ? જરાય શરમ નહોતી આવતી.” “અને રસ્તાની બરાબર વચ્ચે જાણી-જોઈને એવી રીતે ઊભા રહ્યા હતા કે બીજાને અગવડ પડે. કોઈને આવતા જોઈને જરાય ખસતા પણ નહોતા.” એમની વાતો સાંભળીને મેં આંગળી ચીંધીને પૂછયું, “તમે પેલા બે માણસોની વાત કરો છો ને ? મને પણ એ માણસો શંકાસ્પદ લાગ્યા. પહેલાં મારી સામે જોઈને હસવા લાગ્યા અને પછી મેં જ્યારે એમને બોલાવ્યા ત્યારે કાંઈ બોલ્યા નહિ.” “હા, એ જ માણસો. કોઈ બદમાશ જેવા હશે ! એક બહેને કહ્યું. બદમાશ તો નથી લાગતા, પણ કંઈક વિચિત્ર જેવા લાગે છે.” મેં કહ્યું. ઇંગ્લેન્ડમાં સામાન્ય રીતે આવા પુરુષો હોતા નથી. આ તો બધાંની નજરે ચડે એમ રસ્તાની વચ્ચોવચ ઊભા રહી બીજાઓને બોલાવતા હોય અથવા છડેચોક મશ્કરી કરતા હોય તેવા દેખાય છે.” બીજી એક બહેને ફરિયાદ કરતાં કહ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy