SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ પાનમુનજોમ ૪૯ જરૂર પણ શી ? વસ્તુતઃ એ વિસ્તારમાંથી ઝટ ઝટ દક્ષિણ કોરિયાના વિસ્તારમાં પાછાં ફરવાની વૃત્તિ એ બાજુ ગયેલા પ્રવાસીઓની દેખાતી હતી; થોડી ક્ષણોમાં જ અમે અમારા વિસ્તારમાં પાછાં આવી ગયાં. કૉન્ફરન્સ હૉલ પછી અમને ઑબ્ઝર્વેશન ગૅલેરીમાં લઈ જવામાં આવ્યાં. ત્યાંથી ઉત્તર કોરિયાના વિસ્તારમાં દૂર દૂર સુધી જુદા જુદા ચેકપોસ્ટ ઉપર સૈનિકો સતત ચોકી કરી રહેલા અને બાયનોક્યુલર વડે નિરીક્ષણ કરી રહેલા દેખાયા. તેઓમાંના કોઈની સામે વધારે વખત તાકી રહેવાની કે આંગળી વડે ઇશારો કરવાની અમને મનાઈ હતી. ત્યાર પછી અમને બીજી એક ટેકરી પર લઈ જવામાં આવ્યાં. હાથપગ થીજી જાય એવો શિયાળાનો ઠંડો પવન ત્યાં વાતો હતો. ત્યાં અમને યુનાઇટેડ નેશન્સના બે ઑફિસરોને ઉત્તર કોરિયાએ ગોળીઓથી ઠાર માર્યા હતા તે સ્થળ બતાવવામાં આવ્યું. ત્યાં આગળ પહેલાં એક મોટું વૃક્ષ હતું. તે ઘટાદાર વૃક્ષને લીધે ચેકપોસ્ટ ઉપ૨થી ઉત્તર કોરિયાનો એટલો ભાગ દેખાતો ન હતો. એનો ગેરલાભ લઈ ઉત્તર કોરિયાએ આ દુષ્કૃત્ય કર્યું હતું. ઑફિસરોનાં ખૂન પછી યુનાઇટેડ નેશન્સે એ વૃક્ષની ઘટા કપાવી નાખી. એનું ઠૂંઠું એ બે ઑફિસરોની યાદગીરી માટે હજુ પણ રાખ્યું છે. જૉઇન્ટ સિક્યોરિટીના વિસ્તારનાં આવાં બીજાં કેટલાંક ઐતિહાસિક સ્થળો બતાવીને અમને પાછાં બિનલશ્કરી ઝોનમાં લઈ આવ્યા. ત્યાં અમે લશ્કરી કેન્ટીનમાં ભોજન લીધું અને ત્યાંથી બસમાં બેસી સોલ પાછાં ફર્યાં. એક જ પ્રજા તરીકે હળીમળીને જીવતા એક જ દેશના લોકો બહારની રાજદ્વારી સત્તાઓને કારણે વહેંચાઈ જઈને એકબીજાના કેવા દુશ્મન બની જાય છે તેનું પ્રત્યક્ષ દર્શન પાનમુનજોમે અમને કરાવ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy