SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ સરકારી સ્વચ્છતા શ્રીલંકામાં કૅન્ડી અને અવારાએલિયા એ બે સુપ્રસિદ્ધ સ્થળો જોવા અમે ગયાં હતાં. કોલમ્બોમાં અમારા યજમાન, સિંધિયા સ્ટીમ નૈવિગેશન કંપનીના એજન્ટ શ્રી મોરારજીભાઈ ઉદ્દેશીએ પોતીની મર્સિડિઝ ગાડી અમને આપી હતી. એમનો ડ્રાઇવર પ્રિયદાસ શ્રીલંકાના બધા રસ્તાઓનો સારો માહિતગાર હતો. કોલમ્બોથી સવારે નીકળી અમે કૅન્ડી પહોંચી ગયાં. રસ્તામાં એક સ્થળે રેસ્ટોરાંમાં અમે નાસ્તો કર્યો. દક્ષિણ ભારતની ઈડલી, ઢોંસા વગેરે વાનગીઓ તો શ્રીલંકામાં ઘણે સ્થળે મળે છે. પરંતુ તે ઉપરાંત પિત્ત (પુષ્કળ તાજું છીણેલું કોપરું નાખેલી ખીચડી જેવી વાનગી), સ્ટ્રિગાપસ (મેંદાની સેવ) વગેરે શ્રીલંકાની પોતાની સ્વાદિષ્ટ વાનગીઓ બધે મળતી હોય છે. શ્રીલંકા એટલે નાળિયેરીઓનો દેશ. સારામાં સારાં લીલાં નાળિયેરનું પાણી તદ્દન સસ્તા ભાવે ઠેર ઠેર પીવા મળે. ઘણાં રેસ્ટોરાંમાં તાજા કોપરાનો રસ કાઢીને આપે છે. અમે પિત્ત, સ્ટ્રિગાપસ અને કોપરાના રસનો નાસ્તો કર્યો. શ્રીલંકામાં ચા પણ પુષ્કળ થાય છે અને ખૂબ વખણાય છે. ત્યાંની ચાની સુગંધ જ નોખી હોય છે. ત્યાં ઘણા લોકો દૂધ નાખ્યા વગર ચા પીએ છે. એનો સ્વાદ એટલો મધુર હોય છે કે દૂધની ખોટ ન લાગે. અમે પણ એવી ચા પીધી. કેન્ડીમાં બુદ્ધમંદિરનાં અમે દર્શન કર્યા. અહીંના સ્તૂપમાં ભગવાન બુદ્ધના દાંત રાખવામાં આવ્યા છે. કેન્ડીથી અમે અવારાએલિયા આવ્યાં. ત્યાં એક રાત રોકાવાનાં હતાં, પરંતુ આજે ત્યાં રાજ્ય તરફથી ફૂટબૉલની મોટી ફાઇનલ મૅચ રમાવાની હતી એટલે બધી હોટેલો ભરાઈ ગઈ હતી. અમારી પાસે ગાડી હતી એટલે એક પછી એક હોટેલોમાં તપાસ કરવાનું સરળ હતું. પરંતુ કોઈ સારી હોટેલમાં જગ્યા ન મળી. છેવટે એક સાધારણ હોટેલમાં જગ્યા મળી. એક ઓરડામાં સૂવાના પાંચા ખાટલા સિવાય બીજી કોઈ સગવડ ત્યાં નહોતી. ગાદલાં પણ ગંધાતાં હતાં. જેમતેમ અમે ત્યાં રાત પસાર કરી. બીજે દિવસે સવારે તરત અમે નીકળી ગયાં. ચાપાણી રસ્તામાં કરી લઈશું એમ વિચારી અમે વહેલાં નીકળી ગયાં હતાં. શ્રીલંકા બીજા દેશોની સરખામણીમાં પ્રવાસીઓની સગવડની દૃષ્ટિએ પછાત દેશ છે. ખાવાપીવા કે રહેવાની સગવડ રસ્તામાં ઓછી હોય છે. અલબત્ત, કેટલેક સ્થળે સરકારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy