SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ४८ પાસપોર્ટની પાંખે સજ્જ હતા. આ હૉલમાં ફોટો પાડવાની અમને છૂટ હતી. અમારામાંના એક પ્રવાસીને ફોટો પાડવાની ઈચ્છા થઈ. તે માટે તેણે કેમેરાનું કવર કાઢ્યું અને ફોટો પાડવા જાય તે પહેલાં જ ઉત્તર કોરિયાના સૈનિકોના કૅમેરાની ફલેશલાઇટો એકદમ ઝબકી ઊઠી. તેમનો મુવી કૅમેરા પણ ચાલુ થઈ ગયો. અમે સ્તબ્ધ થઈ ગયા. અમારી શી ભૂલ થઈ તે ખબર ન પડી, પરંતુ . અમારા લશ્કરી ગાઈડે. ત્રાડ પાડી, “લઈ લો ટેબલ પરથી તમારા કેમેરાનું કવર.” જે પ્રવાસીએ ફોટો પાડવા માટે કૅમેરાનું ચામડાનું કવર ખોલ્યું તેમનાથી પોતાનું એ કવર સરતચૂકથી કૉન્ફરન્સના ટેબલ ઉપર મુકાઈ ગયું હતું. તરત તે ઉપાડી લેવામાં આવ્યું. પરંતુ અમારાથી યુદ્ધવિરામની શરતોનો હવે ભંગ થઈ ચૂક્યો હતો. અમે ગભરાયાં, કારણ કે સૂચના પ્રમાણે આવું કિંઈ પણ થાય તો અમારી ટૂર રદ થવાની હતી. અમને લાગ્યું કે હવે તરત જ અમને બધાંને બસમાં બેસાડીને આ વિસ્તારમાંથી બહાર કાઢવામાં આવશે. પરંતુ અમારા લશ્કરી ગાઈડે એક ક્ષણ વિચાર કરીને કહ્યું, “તમારી ગંભીર ભૂલ થઈ છે. પરંતુ આ કાર્યક્રમમાં તમે જે રસ દાખવ્યો છે તે જોતાં તમારી ટૂર હું રદ કરતો નથી. હવે વધુ સાવધ રહેવા માટે બધાંને ફરીથી કડક ચેતવણી આપું છું. બીજી વાર ભૂલ થશે તો તરત ટૂર રદ થશે.” હૉલની ટેબલની બીજી બાજુ ઉત્તર કોરિયાની સરહદોનો ભાગ હતો. યુદ્ધવિરામની શરત અનુસાર અમે ત્યાં જઈ શકતા હતા. અમારા ગાઈડે કહ્યું, “તમારામાંથી એ સરહદમાં જેને જવું હોય તે જઈ શકે છે.” પરંતુ ગભરાટના માર્યા કોઈ ત્યાં જવા તૈયાર ન થયાં. ટેબલની બાજુમાં સાંકડી જગ્યામાંથી પસાર થતાં કદાચ કશાકને સ્પર્શ થઈ જવાની બીક પણ હતી. મેં ગાઈડને કહ્યું, “મને જવામાં વાંધો નથી, પરંતુ ટેબલ કે ખુરશીને મારું વસ્ત્ર અડી જવાની બીક છે.” ગાઈડ મારી મુશ્કેલી સમજી ગયો. એણે તરત ફરજ પરના સૈનિકોને બોલાવીને ટેબલ આડે એવી રીતે ઊભા રાખ્યા કે જેથી સૈનિકની બાજુમાંથી પસાર થતાં અમારું વસ્ત્ર ટેબલ કે ખુરશીને અડે નહિ. અમે થોડાક પ્રવાસીઓ ઉત્તર કોરિયાની સરહદમાં દાખલ થયા. અમારા ગાઈડે કહ્યું, “સામ્યવાદી દેશોમાં ફક્ત આ એક જ એવી જગ્યા છે કે જ્યાં તમે મુક્ત નાગરિક તરીકે હરીફરી શકો છો. તમારી ઈચ્છા હોય તો તમે ઉત્તર કોરિયા વિરુદ્ધ, સોવિયેટ યુનિયન કે ચીન વિરુદ્ધ જે કંઈ બોલવું હોય તો તે ત્યાં બોલી શકો છો. કારણ કે તમને આ જગ્યાએ વાણીસ્વાતંત્ર્યનો હક યુદ્ધવિરામની શરત અનુસાર મળે છે.” ગાઈડે તો કહ્યું, પરંતુ એવું બોલવાની હિંમત કોની ચાલે ? અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy