SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ સાઓ પાઉલો અને સુઝાનો ૧૮૧ બીજે દિવસે સવારે તેઓ અમને લેવા માટે અમારી હોટેલમાં આવી પહોંચ્યા. અમે નીચે ઊતર્યાં. ગાડી જરાક છેટે પાર્ક કરેલી હતી એટલે અમે ફૂટપાથ ઉપર ચાલવા લાગ્યાં. રસ્તામાં છાપાં અને સામયિકોનો એક સ્ટોલ આવ્યો. એમાં અંગ્રેજી ભાષામાં એક દૈનિક દેખાતાં તે લેવા માટે હું ઊભો રહ્યો. કસ્ટોડિયો આગળ ચાલતા હતા.. છાપાના પૈસા આપવા મેં કોટના ખિસ્સામાંથી પાકીટ, કાઢ્યું. છાપાવાળાએ છાપું તો આપ્યું, પરંતુ તે મારા ઉપર એકદમ ચિઢાયો. પાકીટ સામે આંગળી કરીને સ્પેનિશ ભાષામાં જોરશોરથી તે કશુંક બબડવા લાગ્યો. પૈસા આપવામાં ભૂલચૂક થઈ છે એમ મને લાગ્યું. એવામાં કસ્ટોડિયો પાછા આવી પહોંચ્યા. છાપાવાળાની વાત સાંભળી તેઓ હસ્યા અને મને કહ્યું, “તમારી બેદરકારી માટે તે ચિઢાય છે. અહીં સાઓ પાઉલોમાં ખિસ્સાકાતરુઓ ઘણા છે અને આવી મોટી હોટેલ પાસે અજાણ્યા પ્રવાસીઓને લૂંટી લેવા આંટા મારતા હોય છે. કેટલાક તો હાથમાંથી પાકીટ ઝૂંટવીને નાસી જાય છે. તમારે થોડાક છૂટા પૈસા બહાર રાખવા જોઈએ, જેથી રસ્તામાં ક્યાંય પાકીટ કાઢવું જ ન પડે. રસ્તામાં તમારા હાથમાં જો પાકીટ દેખાય અને ખિસ્સાકાતરુની નજરે પડ્યું તો તે તમારો પીછો નહિ છોડે.” રસ્તામાં ચાલતાં કસ્ટોડિયોએ મને કેટલાક શંકાસ્પદ દેખાતા મુફલિસ માણસો બતાવ્યા. એક વખત આપણું મન વહેમી બની જાય પછી હોય તેના કરતાં પણ વધુ માણસો આપણને ખરાબ દેખાય. સાઓ પાઉલોમાં આ જે સૂચના મળી તે અમારે માટે બહુ કામની હતી, કારણ કે વિદેશમાં પૈસા ગુમાઈ જાય તો અચાનક તકલીફ ઊભી થાય. કસ્ટોડિયો સાથે અમે ગાડીમાં બેઠાં. અમારી ગાડી સાઓ પાઉલોના એક પછી એક રસ્તા વટાવતી ચાલવા લાગી. કસ્ટોડિયો અમને તે બધા વિસ્તારોની માહિતી આપતા ગયા. સાઓ પાઉલોનો સહુથી વધુ શ્રીમંત વિસ્તાર કયો છે તે પણ અમને બતાવ્યો અને નિર્ધન લોકો રહે છે તે સ્ટમ્સ વિસ્તાર પણ બતાવ્યો. અમારી ગાડીએ ક્રમે ક્રમે પરાંનો વિસ્તાર છોડી મોટો ધોરી રસ્તો પકડ્યો. હવે રસ્તાની બંને બાજુ મોટાં મોટાં ખેતરો અને છૂટાંછવાયાં ઝૂંપડાં દેખાવા લાગ્યાં. બ્રાઝિલ પાસે પ્રદેશ ઘણો મોટો છે, પરંતુ એની ઘણીખરી વસતિ ચારપાંચ મોટાં શહેરોમાં કેન્દ્રિત થયેલી છે. એ શહેરોમાં આપણને પ્રજાની સમૃદ્ધિ દેખાય છે, પરંતુ બ્રાઝિલના ગ્રામ-વિસ્તારો અત્યંત પછાત છે. આ વિસ્તારોમાં કાળા હબસી લોકોનું પ્રમાણ અમને વિશેષ જોવા મળ્યું. મેલાં ફાટેલાં કપડાં પહેરેલાં ગરીબ સ્ત્રી-પુરુષો માથે સામાન ઊંચકીને રસ્તે ચાલતાં જતાં દેખાતાં હતાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy