SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૩ મથ્ય- પિચ્છુ મમ્યુપિલ્લુની શોધ કેલિફોર્નિયા અને હાર્વર્ડ યુનિવર્સિટીમાં ઇતિહાસના અધ્યાપક તરીકે કામ કરતા હિરમ બિગહામ (૧૮૭૫–૧૯૪૮) નામના હોનોલુલુના યુવાન ઇતિહાસકારે કરી હતી. દક્ષિણ અમેરિકાનો ઇતિહાસ શીખવતાં શીખવતાં એ બધા પ્રદેશો નજરે નિહાળવાની એમને જિજ્ઞાસા થઈ; યુનિવર્સિટીઓ તરફથી મદદ મળી અને વારંવાર જંગલો અને પહાડીઓમાં તંબુ સાથે એમણે પગપાળા પ્રવાસો ખેડ્યા. એમ કરતાં એક વખત એક આદિવાસી ખેડૂતના બતાવ્યા પ્રમાણે ગીચ ઝાડીમાંથી ચડતાં ચડતાં તેઓ મથ્ય- પિછુ આવી પહોંચ્યા. એ જોતાં જ તેઓ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. પોતાની આ શોધ વિશે એમણે પુસ્તક લખ્યું છે : “The Lost of the Incas."* મથ્ય-પિચ્છ શબ્દ અહીંના આદિવાસી ઇન્ડિયન લોકોની “ક્યુએચૂઓ” નામની ભાષામાંથી આવ્યો છે. તેનો અર્થ થાય છે “જૂનું શિખર'. મચ્યુંપિચ્છમાં ચારે બાજુ સારી હાલતમાં સચવાયેલા ભગ્નાવશેષો છે. એના ઉપરથી આખી નગરરચનાનો ખ્યાલ આવે છે. અહીં ખોદકામ કરતાં મળી આવેલાં ચીની માટી અને ધાતુનાં વાસણો, હાથવણાટનાં કપડાં, શિલ્પાકૃતિઓ અને સ્થાપત્યના નમૂનાઓ ઉપરથી ઇતિહાસકારો અમે માને છે, કે ઈ. સ. ૧૪૨૦ની આસપાસ આ નાનકડું નગર સ્થપાયું હોવું જોઈએ. “ઈન્કા” વંશના રાજા પાચાકુકે ધરતીકંપ પછી જ્યારે કુસ્કો નગર ફરીથી વસાવ્યું ત્યારે એન્ડિઝની પર્વતમાળામાં બીજાં કેટલાંક નગરો પણ વસાવ્યાં હતાં. એ અરસામાં એણે આ મમ્યુપિચ્છ નગર વસાવ્યું હશે. આવી દૂરની ઊંચી અને દુર્ગમ ટેકરીની ટોચ ઉપર મમ્યુ-પિચ્છ વસાવવાનું કારણ શું ? ઇતિહાસકારો માને છે કે ઈન્કા વંશની આ એક ગુપ્ત નગરી હતી. આ નગરીની સ્થાપના ધાર્મિક હેતુથી કરવામાં આવી હતી. અહીં ધાર્મિક ક્રિયાકાંડો થતા. એ ક્રિયાકાંડો સામાન્ય રીતે બાલ-બ્રહ્મચારી હોય એવી સ્ત્રીઓ જ કરતી. એ સ્ત્રીઓ સૂર્યકુંવરી (Virgins of the Sun) તરીકે ઓળખાતી. સમગ્ર રાજ્યમાંથી શરીરે સુદઢ અને અત્યંત બુદ્ધિશાળી હોય એવી નાની નાની બાળાઓ પસંદ થતી. તેઓને તેમના કુટુંબથી દૂર અહીં કાયમને માટે લાવવામાં આવતી. અહીં તેમના રહેવા તથા ખાવાપીવાની તમામ વ્યવસ્થા રહેતી. તેવી બાળાઓ પોતાનું સમગ્ર જીવન બ્રહ્મચારિણી તરીકે અહીં ધાર્મિક ક્રિયાકાંડોમાં વિતાવતી. મટુ-પિચ્છના * આ શોધની સ્મૃતિમાં પેરુની સરકારે હોન્ત રૂઇનાઝથી મચ્ય-પિચ્છના રસ્તાને “ડૉ. બિગહામ માર્ગ' એવું નામ આપ્યું છે. આ રસ્તાના ઉદ્ઘાટન વખતે ડૉ. બિંગહામ પોતે પેરુના નિમંત્રણથી હાજર રહ્યા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy