________________
પ્રવાસીઓ વા કે પરિડમાં તે
૮૬
પાસપોર્ટની પાંખે અમને પહેલેથી ખબર હતી એટલે અમે અમારું પોતાનું સ્વિમિંગ કોમ્યુમ સાથે લઈ લીધું હતું. તે પહેરીને અમે ચાલ્યાં. ઉઘાડા શરીરે, ઉઘાડા પગે અમે થોડાં પગથિયાં ઊતરી નદીના કિનારે ગયાં. અમારામાંનાં કેટલાંકને નદીનો શાંત પ્રવાહ જોઈ બૂટ કે કપડાં કાઢવાનું ઠીક ન લાગ્યું. કેટલાંકે હાથે ઘડિયાળ પણ પહેરી રાખી, વૉટરપ્રૂફ છે અમે કહીને. કોઈકને કેમેરા માટે પ્લાસ્ટિકની કોથળી લેવામાં વધારે પડતી ચીકાશ લાગી.
- નદીકિનારે રંગબેરંગી ચટાપટાવાળી સો-સવાસો ખાલી હોડીઓ પાણીમાં હારબંધ ઊભેલી હતી. એક પછી એક હોડી પગથિયાં પાસે આવે એટલે બે અથવા વધુમાં વધુ ત્રણ પ્રવાસીઓને એમાં બેસાડવામાં આવતાં. સ્ત્રીઓને જુદી હોડીમાં બેસાડવામાં આવતી, સિવાય કે પતિ-પત્ની સાથે જવા ઇચ્છતાં હોય. જાડાપાતળાને લક્ષમાં રાખીને બેસાડાતાં, જેથી હોડીમાં ભાર વધી ન જાય. હોડી ભરાય કે તરત ચાલે. હું અને મારા ભાઈ ભરતભાઈ એક હોડીમાં બેઠા. અમારી સાથે પેલા ચીની સજ્જનને બેસાડવામાં આવ્યા. તેમણે પોતાનાં કપડાં પહેરી રાખ્યાં હતાં. હોડી છીછરી, સાંકડી અને સપાટ હતી. તેમાં કોઈ બેઠકો કરવામાં આવી નહોતી. હોડીના બંને છેડે એક એક નાવિક હતો. વચમાં નીચે અમારે બેસવાનું હતું, પણ બહુ વિચિત્ર રીતે દરેક બેસનારે પોતાના બેય પગ પહોળા કરી હોડીની બંને બાજુએ અડે એ રીતે આખા લાંબા કરવાના હતા, જાણે વ્યાયામના વર્ગમાં અમે દાખલ થયા. બીજા માણસે પણ એ રીતે પહોળા પગ રાખીને પહેલા માણસના ખોળામાં જાણે બેઠા હોય તેટલા અડોઅડ બેસવાનું હતું. એ જ રીતે ત્રીજા માણસે પણ.
અમારી હોડી પાણીમાં સરકવા લાગી. વાતાવરણ શીતલ અને ખુશનુમા હતું, પણ નાવિકો ઘડીએ ઘડીએ સરખા ન બેસવા માટે અમારા પર ચિડાતા. પ્રકૃતિસૌન્દર્ય નિહાળતાં આનંદ થતો હતો, પણ અમારાં શરીર થોડી વારમાં જ અકળાવા લાગ્યાં હતાં. જકડાયેલા જમણા પગને જરાક આરામ આપવા મેં ઘૂંટણથી સહેજ ઊંચો કર્યો. એટલામાં હોડી હાલકડોલક - થઈ, એક બાજુ નમી પડી. અંદર થોડું પાણી ભરાઈ ગયું. અમારા કોંગ્રૂમ ભીંજાયાં. અમે હોડીવાળા ઉપર ચિડાયા. તે અમારા ઉપર ચિડાયો. તેની ભાંગીતૂટી અંગ્રેજી પરથી અમને સમજાયું કે વાંક મારો જ હતો. પગ ઊંચો કરવાને લીધે જ હોડીએ સમતોલપણું ગુમાવ્યું હતું. બંને હોડીવાળાએ હોડીમાં ભરાયેલું પાણી હલેસાં વડે ઘડીકમાં ઉલેચી કાઢ્યું. રોજના મહાવરાને લીધે જ આટલી બધી તેમની ઝડપ હતી. શરૂઆતમાં અમને થયું કે હોડીવાળો ખોટો ચિડાયા કરે છે, પરંતુ હવે અમને ખાતરી થઈ કે એક પણ પ્રવાસી પોતાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org