________________
પાગ્માન-હામનો ધોધ
८७
પગ સહેજ પણ ઊંચો કરે તો તરત જ હોડી એક બાજુ નમી પડતી; હોડીમાં પાણી ભરાઈ જતું અને ડૂબી જવાનું જોખમ ઊભું થતું. પછીથી તો અમને થયું કે ભલે ફાવે નહિ અને અકળાઈ જવાય તોપણ પગ સીધા રાખવામાં જ અમારી સલામતી હતી.
નદીમાં સામે પ્રવાહે અમારી હોડી. ચાલતી હતી, એટલે નાવિકો જોરજોરથી હલેસાં મારતા હતા. જેમ જેમ અમે આગળ ગયા તેમ તેમ નદીનો પ્રવાહ સાંકડો થતો ગયો. બંને કિનારે ઊંચી ભેખડો આવવા લાગી. નદીનાં પાણી છીછરાં થતાં ગયાં. અમે સામે નજર કરી તો દેખાયું કે નદીનો પ્રવાહ વચ્ચે થઈને ધસમસતો વહેતો આવતો હતો. અમે માન્યું કે હવે પગે ચાલીને જવાનું હશે, કારણ કે ખડકો વચ્ચેથી હોડી ચાલી શકે એવો સંભવ નહોતો. પરંતુ અમારા આશ્ચર્ય વચ્ચે હોડી ખડકો વચ્ચેથી જલમાર્ગ ક૨તી વાંકીચૂંકી ચાલવા લાગી.
નદીના છીછરા અને સાંકડા પટમાં હોડી હંકારવાની હોડીવાળાની કળા કંઈક અનોખી જ હતી. બંને નાવિકો એકબીજાને સૂચના આપતા જાય અને તે પ્રમાણે હોડી ક્ષણે ક્ષણે વળાંક લેતી જાય. હોડી જે બાજુ જરાક નમે કે તરત તે બાજુનો નાવિક પાણીમાં કૂદી પડે અને હાથ વડે હોડીને સીધી કરે. કમર કે ઘૂંટણ સુધી છીછરું પાણી હોય એટલે પાણીમાં કૂદી પડવાનું તેને ફાવે. કઈ જગ્યાએ પાણી કેટલું ઊંડું હશે તેના તેઓ જાણકાર હતા. કેટલીક વખત નાવિકોએક ક્ષણમાં પાણીમાં પડે, અને બીજી ક્ષણે તો હોડીમાં પાછા આવી ગયા હોય. ક્યારેક પાછા આવતાંની સાથે જરૂર પડે તો તરત બીજી બાજુ કૂદી પડ્યા હોય. કોઈક વખત હોડીને વળાંક આપવા કે ભટકાતી અટકાવવા ઊભા ઊભા એક પગ બહાર લંબાવી પાસે આવેલા ખડક ઉપર ટેકવે. કોઈ વખત હલેસું હાથમાં ઊંધું પકડી એનો દાંડો ખડક ઉપર ટેકવી એની સહાયથી હોડીને ધક્કો મારે. કોઈક વખત તેઓ હોડીની કિનાર ઉપર એક છેડેથી બીજે છેડે દોડી જતા. આ તેમની ક્રિયા એટલી ઝડપથી બનતી કે જાણે તેઓ દોરડા ઉપર નટનો ખેલ ન કરી રહ્યા હોય ! કોઈ વખત જાણે તેઓ નર્તન કરી રહ્યા હોય તેવા ભાસતા. કોઈક વખત આપણી નજર સામે જાણે સંતાકૂકડી રમી રહ્યા હોય એટલી ઝડપથી એક બાજુથી બીજી બાજુ તેઓ કૂદી જતા.
જેમ જેમ અમે આગળ ગયા તેમ તેમ થોડે થોડે અંતરે હોડીને ઊંચે ચઢાવવાનું પણ બનતું. પાછળનો નાવિક નીચે પાણીમાં કૂદી પડી નાવને ઊંચી કરતો. જ્યાં ચઢાણ વધારે પડતું હોય ત્યાં અને હોડી પોતાની મેળે ચઢી શકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org