SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ८८ પાસપૉર્ટની પાંખે એમ ન હોય એવી જગ્યાએ ઝાડનું એકાદ થડ કે મોટો પથ્થર કે જાડો સળિયો પાણીમાં આડો રાખવામાં આવ્યો હતો. એથી વેગથી આવતી હોડી અડધી એના ઉપર ચઢી જતી અને તત્ક્ષણ પાછળનો નાવિક પાણીમાં કૂદી પડીને બાકીની હોડીને આગળ જોરથી હડસેલી દેતો. આ કષ્ટભર્યું કાર્ય ઘડીકમાં તેઓ કરી લેતા. ક્યારેક હોડી પાછી પણ પડી જતી તો ફરી પાછો ધક્કો મરાતો. આવા સાંકડા અને પથરાળ જળમાર્ગમાં પણ જુદી જુદી હોડીઓ વચ્ચે આગળ નીકળી જવા માટે તીવ્ર સ્પર્ધા, રકઝક કે તકરારો પણ થતી. બીજાનું જે થવાનું હોય તે થાય, પણ પોતાની હોડીને આગળ કાઢી લેવા માટે વખતોવખત તેમની વચ્ચે સાઘૂસી થતી. વિકાસશીલ દેશોની ગરીબ પ્રજાની આ લાક્ષણિક ટેવની આપણને નવાઈ ન લાગે, પણ યુરોપ-અમેરિકાના પ્રવાસીઓને તો જરૂર લાગે. વધુ ફેરા કરી વધુ કમાવા માટેની આ વ્યવસાયી સ્પર્ધા હતી. ક્યારે આપણને ડર લાગે કે સામેથી બેફામ ધસી આવતી હોડી સાથે આપણી હોડી જોરથી ભટકાશે અને આપણે પાણીમાં ગબડી પડીશું. પરંતુ તેવે વખતે હોડીવાળાની સમયસૂચકતા દેખાઈ આવતી. તેઓ હોડીને આગળપાછળ એવી રીતે વળાંક આપી દેતા કે હોડીઓ ભટકાતી રહી જતી. સલામતી તરીકે આપણા પોતાના હાથ બેય બાજુ બહાર ન રાખતાં અંદર રાખવા પડતા. સમતુલા જાળવવા માટે પણ હોડીની બંને કિના૨ અંદરની બાજુથી પકડવી પડતી. હોડીની સફર આ રીતે સતત અધ્ધર શ્વાસે થતી હતી. અમારાં શરીર તો ક્યારનાંય આખાં ભીંજાઈ ગયાં હતાં. અમારા સહપ્રવાસી ચીની સજ્જનનાં તો બધાં જ કપડાં ભીંજાઈ ગયાં હતાં. તેમણે ઘડિયાળ કાઢી ખીસામાં મૂકી દીધી હતી. તેમને ગાઇડની સૂચના હવે સમજાઈ હતી. અમે જેમ જેમ આગળ જતા ગયા તેમ તેમ બંને બાજુ વધુ ઊંચી ભેખડો આવતી ગઈ. આગળ જતાં તો તે ભેખડો પાંચસોથી હજાર ફૂટ ઊંચી હતી. વળાંકોને લીધે તો કોઈક સ્થળે જાણે કોઈ ઊંડા અંધારા કૂવામાં આપણે ઊતર્યા હોઈએ તેવું લાગે. સીધી ઊંચે નજર કરીએ તો આકાશનો નાનકડો ટુકડો દેખાય. લગભગ દોઢેક કલાકે અમે ધોધ પાસે પહોંચ્યાં. અહીં અમને હોડીમાંથી ઊતરી જવાનું કહેવાયું. સેંકડો પ્રવાસીઓ ત્યાં એકત્ર થયા. એ બધાંને લાવનાર હોડીઓ ત્યાં જમા થઈ હતી. થોડી થોડી વારે કેટલીક હોડીઓ આવતી અને કેટલીક વિદાય લેતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy