________________
પાસાન-હામનો ધોધ
te
પાગ્યાન-હામનો ધોધ લગભગ બસો ફૂટ ઊંચેથી જોરથી પડતો હતો. ધોધની નીચે તળાવ જેવી રચના થઈ ગઈ હતી. એમાં મોટો તરાપો ફેરવવામાં આવતો. જે પ્રવાસીઓને બરાબર ધોધની નીચે જવું હોય તેઓને આ તરાપામાં બેસાડીને લઈ જવામાં આવતા. તેના જુદા પૈસા આપવાના નહોતા. ખાલી જૂનાં પીપ અને મોટરનાં હવાભરેલાં જૂનાં ટાયો વડે બનાવેલો આ ગામઠી તરાપો હતો. એકસાથે દસેક પ્રવાસીઓને તેમાં બેસાડવામાં આવતા. તળાવમાં બરાબર વચ્ચેથી પસાર થાય એવી રીતે જાડું મજબૂત દોરડું ઊંચે બાંધવામાં આવ્યું હતું તે પકડીને અને વાંસડાના હડસેલાથી તરાપાવાળા ઠેઠ ધોધ નીચે તરાપો પહોંચાડતા. ધોધના પાણીની બરાબર બાજુમાંથી અમારો તરાપો પસાર થયો. પાણીના શીકરોમાં ભીંજાવાની અમને, મજા પડી, પરંતુ ક્ષણવારમાં અમારી મજા નીકળી ગઈ. ધોધમાર પડતાં ધોધનાં પાણી પવનના જોરને કારણે આવાંપાછાં પડતાં હતાં. અમારો તરાપો ધોધની વધુ નજીક આવ્યો ત્યારે અમારા ઉપર ઠંડું પાણી એટલા વેગથી સતત પડતું રહ્યું કે અમને તે ધડાધડ વાગવા માંડ્યું. શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી. ગૂંગળામણ થવા લાગી. બધાંના શ્વાસ અધ્ધર થઈ ગયા. પાણી એટલું સતત પડતું હતું કે શ્વાસ લેવા માટે ઘડીએ ઘડીએ મોઢું ખોલવું પડતું. અમારા તરાપામાં આવેલી એક અમેરિકન યુવતીએ તો ગભરાઈને ચીસો પાડવા માંડી. પણ ધોધના પાણીના અવાજમાં એ ચીસો પણ દબાઈ ગઈ.
આ એક સાહસિક અને જોખમી અનુભવ હતો. અમને થયું કે કાચાપોચા માણસનું અહીં કામ નહિ. અલબત્ત, તરાપાવાળા ઘણા ચાલાક અને કુનેહવાળા હતા. તેઓ દર પંદર મિનિટે ધોધ પાસેથી ચક્કર મારતા. આ તેમનો રોજનો વ્યવસાય હતો. એટલે તેમને તો બીફ હોય જ શી ? ધોધ પાસેથી તરાપો પસાર થાય ત્યારે ઉપરથી પડતા પાણીનો વેગ અને જથ્થો કોઈ વખત ઘણો વધારે હોય તો તેઓ પ્રવાસીની આડે ઊભા રહી ધોધનો માર પોતે ઝીલી લેતા.
પ્રપાતનાં પડતાં પાણીમાં સ્નાન કરવાનો સાહસિક અને રોમાંચક અનુભવ કરી અમે પાછાં ફર્યાં. હોડીવાળાઓએ અમને બોલાવીને પોતાની હોડીમાં બેસાડ્યાં.
હવે હોડીનું કામ સરળ હતું. નદીનાં પાણી નીચે વહેતાં જતાં હતાં. વહેણની સાથે હોડી સરકતી હતી. નાવિકોનો શ્રમ માત્ર ખડકો વચ્ચે હોડીને વળાંકો આપવાનો રહેતો. થોડી વારમાં તો અમે નદીના પહોળા પટમાં આવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org