SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ કુરાસાઓ ૧૧૭ ગયા. આ એવો મહત્ત્વનો ટાપુ નહોતો કે તેને માટે ખૂનખાર જંગ થાય. જાય તો જવા દે અને રહે તો રહેવા દે એવો આ ટાપુ હતો. છેવટે ઈ. સ. ૧૮૧૫માં બ્રિટન અને હૉલૅન્ડ વચ્ચે થયેલા સંધિકરાર પ્રમાણે અંગ્રેજોએ ડચ લોકોને આ ટાપુ પાછો સોંપી દીધો. ત્યારથી એની માલિકી ડચ સરકારની છે. જ્યારથી આફ્રિકાના કાળા હબસીઓને ગુલામ તરીકે અમેરિકા લઈ જવાનો વેપાર ચાલુ થયો ત્યારથી વેસ્ટ ઇન્ડિઝના ટાપુઓની કિંમત વધી. ટાપુ ઉપરથી ગુલામ ભાગીભાગીને કેટલે દૂર ભાગી શકે ? એટલે કુરાસાઓ પણ ગુલામોના વેપારનું એક મોટું મથક બની ગયું. આથી જ કુરાસાઓમાં અને વેસ્ટ ઇન્ડિઝના ઘણા ટાપુઓમાં ગોરાઓ કરતાં હબસીઓની વસતિ વધારે છે. અલબત્ત, ગુલામોની નાબૂદી પછી આ ટાપુઓનું મહત્ત્વ ઘટ્યું હતું. હૉલૅન્ડની સરકારે ઈ. સ. ૧૯૫૪માં ડચ દ્વીપસમૂહને થોડી સ્વાયત્તતા (autonomy) આપી છે. એથી એની પ્રજા લોકશાહી પદ્ધતિએ પોતાનું રાજ્ય ચલાવે છે. અલબત્ત, ગર્વનરની નિમણૂક તો હજુ પણ હૉલૅન્ડની રાણી જ કરે છે. દક્ષિણ અમેરિકાની સ્વાતંત્ર્ય માટેની લડત દરમિયાન લડતના કર્ણધાર સાયમન બોલિવારને કુરાસાઓએ બે વાર રાજ્યાશ્રય આપ્યો હતો. એથી દક્ષિણ અમેરિકાની પ્રજાને કુરાસાઓ પ્રત્યે પ્રેમાદરની લાગણી રહી છે. કુરાસાઓમાં કાયમી વસવાટ કરવા માટે ખાસ કોઈ બંધન નથી. એટલે દોઢ લાખની છૂટીછવાઈ વસતિ ધરાવતા આ ટાપુમાં દુનિયાના સાઠ જેટલા દેશોના નાગરિકો આવીને વસ્યા છે. લગભગ પાંચસો વર્ષ જૂની આ વસાહત છે એટલે અહીં પથ્થરની જૂની સરકારી ઇમારતો, દેવળો, સાઇનગોગ, મસ્જિદ વગેરે છે. આધુનિક બહુમાળી ઇમારતોની આવશ્યકતા હજુ અહીં ઊભી થઈ નથી. કુરાસાઓ લગભગ ચાલીસ ક્લિોમીટર લાંબો અને પાંચથી દસ ક્લિોમીટર પહોળો એવો માછલી-આકારનો ટાપુ છે. આ ટાપુ ઉપર થોડાંક ઘરોની વસતિવાળાં એવાં સાંતાક્રુઝ, લાગુન, સોટો વગેરે આઠ-દસ ગામડાં છે. બીજાં છૂટાંછવાયાં ઝૂંપડાં છે, અને કુરાસાઓનું મુખ્ય નગર તે ટાપુને એક છેડે સમુદ્રકિનારે અને એની અંદર વહેતી ખાડીની બંને બાજુ વસેલું તે વિલેમસ્ટાડ છે. ટાપુનું તે એક માત્ર મોટું નગર હોવાથી કુરાસાઓ તરીકે પણ ઓળખાય છે. અમારી ટૅક્સી હોટેલ પાસે આવી પહોંચી. તરત હોટેલમાંથી એક હબસી નોકરે આવી અમારો સામાન ઉઠાવી લીધો. રિસેપ્શન કાઉન્ટર ઉપર એક ઘરડી હબસી બાઈ હતી. ભાંગ્યુંતૂટ્યું અંગ્રેજી તે બોલતી હતી. રજિસ્ટરમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy