SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ રિઓમાં રાત્રે ૧૫૭ વધતી જાય છે તેની વાત પણ કરી. બસમાં બેસતાં પાકીટ ચોરાઈ જવાના કે સ્ત્રીઓની ગળાની ચેન ખેંચાઈ જવાના અને કેટલીક વખત તો સ્ત્રી કે પુરુષના હાથમાંથી પાકીટ ઝૂંટવીને ભાગી જવાના બનાવો ઘણા વધતા જાય છે તે તરફ અમારું ધ્યાન ખેંચ્યું. ગોરાઓ અને વિશેષ તો કાળા નીગ્રોની આ પ્રવૃત્તિ કેવી વધતી જાય છે તેના કેટલાક પ્રસંગો કહ્યા. એકાંત રસ્તામાં એકલા ન નીકળવા માટે એણે અમને સલાહ આપી. અમે તેનો આભાર માન્યો. એ માટે એણે શીખવેલો પોર્ટુગીઝ શબ્દ કહ્યો : ‘ઑબ્રિગાર્દો’ (આભાર). વિદાય લઈને તે અમારાંથી છૂટી પડી. હોટેલમાં રૂમમાં અમે પહોંચ્યાં ત્યારે ત્યાં અમારા માટે એક નિમંત્રણકાર્ડ પડ્યું હતું. રિઓના મ્યુનિસિપલ કોર્પોરેશને પચાસ વર્ષ પૂર્વે બાંધેલા થિયેટરની સુવર્ણજયંતીનો કાર્યક્રમ હતો. બ્રાઝિલનાં સુપ્રસિદ્ધ નટ-નટીઓ તેમાં ઉપસ્થિત રહેવાનાં હતાં. સાથે સંગીતનો પણ તેમાં કાર્યક્રમ હતો. તપાસ કરતાં જાણવા મળ્યું કે સ્થાનિક લોકો માટે લગભગ ૪૦૦ રૂપિયા જેટલી ટિકિટ આ કાર્યક્રમની હતી. આવા કાર્યક્રમનું નિમંત્રણ મળે તો એવી તક ગુમાવવાનું કોઈને ન ગમે એ સ્વાભાવિક છે. થિયેટરમાં જવા-આવવાની વ્યવસ્થા દરેકે પોતાની મેળે કરવાની હતી. હોટેલથી ચાલતાં પંદરેક મિનિટના રસ્તે થિયેટર હતું. હોટેલના રિસેપ્શનિસ્ટે નકશામાં અમને બતાવ્યું તે પ્રમાણે સમુદ્રના કિનારે કિનારે રસ્તો ચાલ્યો જતો અને ત્યાંથી બે વળાંક લેતાં થિયેટર આવતું હતું. સમય થઈ ગયો હતો એટલે જમીને ટૅક્સી કરીને તરત એ થિયેટર પર પહોંચ્યાં. બ્રાઝિલના રાષ્ટ્રપતિ પોતે આ કાર્યક્રમમાં પ્રમુખ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. બીજા કેટલાક પ્રધાનો પણ આવ્યા હતા. વાઘસંગીતના કાર્યક્રમમાં બ્રાઝિલના સુપ્રસિદ્ધ વાદકો ઑર્કેસ્ટ્રામાં વાંજિત્રો વગાડનાર હતા. એક પછી એક શ્રવણમધુર વાનગીઓ રજૂ થઈ. નટનટીઓને ઇનામો અપાયાં. પ્રત્યેક નટ કે નટી વિવિધ આકર્ષક વેશભૂષામાં સુસજ્જ થયાં હતાં. તાળીઓના ગડગડાટથી આખો વખત થિયેટર ગુંજતું રહ્યું. કાર્યક્રમ પૂરો થયો. રાતના સાડાબાર વાગ્યા હતા. એકસાથે ઘણાબધા માણસો છૂટે એટલે ટૅક્સીની અછત વરતાય. વળી અમારે માટે ભાષાનો પ્રશ્ન પણ હતો. નજીકના અંતર માટે ટૅક્સીવાળા આવવા રાજી નહિ. અમે વિચાર કર્યો કે હોટેલ સુધી ચાલી નાખીએ. સામે જ ગ્લોરિયા હોટેલનું નિયોન લાઇટવાળું બોર્ડ વંચાતું હતું. આસપાસ વસતિ પણ ઘણી દેખાતી હતી એટલે કશો વાંધો ન હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy