SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ પાસપોર્ટની પાંખે દરમિયાન અમને જાણવા મળ્યું કે અમારા એક મિત્ર શ્રી ગુલાબચંદભાઈ શાહનાં બહેન શ્રીમતી કૃષ્ણાબહેન મચ્ચ-પિછુ જઈ આવ્યાં છે. એમ તેમનો સંપર્ક કર્યો. એમણે કહ્યું, “તમે જો પેરુ જવાનાં હો, તો મમ્મુપિચ્છ જવાનું ચૂક્તાં નહિ. એટલે દૂર સુધી જવાની તક જલદી જલદી મળતી નથી.” મચ્ચ-પિછુ વિશે કૃષ્ણાબહેને અમને કેટલીક માહિતી આપી અને કહ્યું, “મથ્ય-પિછુ જવા માટે તમારે લિમાથી પહેલાં કુસ્કો નામના શહેરમાં જવું પડશે. તમે કુસ્કો વિમાનમાં જવાનું રાખજો, કારણ કે ત્યાં ઇંગ્લિશ બોલનારાં માણસો કોઈક જ મળે છે. લગભગ બારસો કિલોમીટર બસમાં જવામાં બે આખા દિવસ લાગશે અને તમને ઘણી અગવડ પડશે, કારણ કે ત્યાં બસની સગવડ બહુ સારી હોતી નથી. વળી, કુસ્કો જાઓ તો તબિયત બરાબર સાચવજો, કારણ કે લિમા બરાબર સમુદ્રની સપાટીએ આવેલું શહેર છે અને કુસ્કો બાર હજાર ફૂટની ઊંચાઈએ આવેલું છે. કુસ્કોની હવા ઘણી જ પાતળી છે. લિમાથી વિમાનમાં લગભગ પોણા કલાકમાં તમે સીધા આટલી ઊંચાઈએ પહોંચી જશે એટલે તમને પ્રાણવાયુની તકલીફ પડવા લાગશે. માટે પહોંચીને તરત તમે બહુ હરફર કરતાં નહિ. સામાન બને તેટલો ઓછો લઈ જજો. સાધારણ વજનવાળી બૅગ કે બીજી કોઈ ચીજવસ્તુ તમે ઊંચકો કે જરાક ઝડપથી ચાલો કે તરત તમને શ્વાસની તકલીફ થવા લાગશે. તમે બેશુદ્ધ થઈ જશો. ઍરપોર્ટ પહોંચીને તમે મોટર કે બસમાં હોટેલ પર જાવ ત્યારે જ્યાં ચાલવાનું કે પગથિયાં ચડવાનું થાય ત્યાં આસ્તે આસ્તે ડગલાં માંડજો અને હોટેલમાં જઈને તરત જ પથારીમાં અડધો દિવસ સૂઈ રહેજો. એમ કરવાથી ચાર-છ કલાકમાં તમારાં ફેફસાં ધીમે ધીમે પાતળી હવાથી ટેવાઈ જશે. આ હું તમને અમારા અનુભવ પરથી કહું છું.” કૃષ્ણાબહેનની સૂચના ગભરાવે એવી હતી, પરંતુ અમે મ-પિચ્છ જવા ઉત્સુક હતાં. પેરુના લિમા શહેરમાં પહોંચીને અમે બંધી તપાસ કરી લીધી અને એક ટ્રાવેલ કંપની દ્વારા મમ્યુ-પિછુ જવા માટે નામ નોંધાવી દીધાં. ટ્રાવેલ કંપનીએ પણ અમને કુસ્કો જઈને તરત આરામ કરવાની સલાહ આપી. અમે લિમાથી કુસ્કો ગયાં. ઍરપૉર્ટ પર ઊતરી મોટરમાં બેસી હોટેલમાં ગયાં. રૂમમાં જઈને સીધા પથારીમાં જ લંબાવી દીધું. બેસવાનું કે રૂમમાં હરફર કરવાનું પણ ટાળ્યું. પૂરો આરામ કરી સાંજે અમે શહેરમાં લટાર મારવા નીકળ્યાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy