________________
વિષાદ અને ઉલ્લાસ
૨૦૩ આસપાસ માણસો એકઠા થવા લાગ્યા, પણ ઇંગ્લિશ ન જાણવાને લીધે કોઈ વચ્ચે પડે પણ કેવી રીતે ? છેવટે બેંતાલીસ હજાર પેસો આપીને અમારે વાત પતાવવી પડી. બબડતો બબડતો ટેક્સીવાળો ચાલ્યો ગયો. અમને એક પાઠ શીખવા મળ્યો કે આવી મોટી હોટેલમાં પણ રિસેપ્શનિસ્ટ દ્વારા ટેક્સી નક્કી કરવી હોય તોપણ ટેક્સીમાં બેસતાં પહેલાં, ખુદ ટેક્સીવાળા સાથે પણ ભાવ ફરીથી નક્કી કરી લેવો જોઈએ. વિદેશોમાં પણ અજાણ્યા મુસાફરો પાસેથી વધુ પૈસા પડાવવાની વૃત્તિ ટેક્સીવાળાઓમાં લગભગ બધે જ હોય છે અને કેટલીક સારી ગણાતી મોટી હોટેલોના રિસેપ્શનિસ્ટ પણ તેમની સાથે મળેલા હોય છે.
સવારના પહોરમાં જ આવો બનાવ બન્યો તેથી અમે મનમાં જરા ખિન્નતા અનુભવી. વિદેશના પ્રવાસમાં જ્યારે વિદેશી નાણું ઓછું હોય ત્યારે આ વાત આપણને વધારે ખટકે.
સામાન લઈને અમે ઍરપૉર્ટમાં એરી પેરુના કાઉન્ટર ઉપર ગયાં તો અમને જણાવવામાં આવ્યું કે ફલાઇટ તો ચાર કલાક મોડી છે. અમે કાઉન્ટર પરના કર્મચારીને કહ્યું, “અમારો હોટેલનો ફોન નંબર અને રૂમ નંબર તમારી પાસે હતા. તમારી ફલાઇટમાં જગ્યા છે કે નહિ, તે જાણવા માટે અમે ફોન કર્યો, ત્યાર પછી અમારી સીટ કન્ફર્મ કરાવવા તમારી ઑફિસે ત્રણ વખત અમને હોટેલમાં ફોન કર્યો. અને ફલાઇટ મોડી થઈ તો તમે અમને જણાવ્યું કેમ નહિ ?”
“સૉરી.”
વળી, વહેલી ફલાઇટના હિસાબે ઍરપૉર્ટની બસને બદલે ખાનગી ટૅક્સીમાં અમારે આવવું પડ્યું. તમે અમને જણાવ્યું હોત તો અમારો સમય બગડત નહિ, પૈસા બચત અને તકલીફ પડત નહિ.”
“સૉરી.”
“સોરી” સિવાય બીજા કોઈ શબ્દો કર્મચારી પાસે નહોતા. મુસાફરો બીજી કોઈ એરલાઇન્સની ફલાઇટમાં ચાલ્યા ન જાય એ બીકે ઘણી વિમાન કંપનીઓ સામેથી આ સેવા જાણીજોઈને આપતી નથી. પણ ભૂલ અમારીય હતી. અમારે જ નીકળતાં પહેલાં ફોન કરીને એ વિશે તપાસ કરવી જોઈતી હતી.
અમે સામાન સાથે લૉન્જમાં આવીને સોફા ઉપર બેઠાં. ટેક્સીવાળાના અને એરકંપનીના અનુભવને લીધે આર્જેન્ટિનાના લોકો માટે મનમાં વિષાદની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org