SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ | વી.આઈ.પી. રૂમ આર્જેન્ટિનાના પાટનગર બોનોઝ આઇરિસથી પેરના પાટનગર લિમા જતાં મેં અને મારી પત્નીએ અમારી પાસે રહેલું વિદેશી ચલણ ગણી જોયું. ભારત સરકારે રોજના હિસાબે કુલ દિવસોની ગણતરી કરીને આપેલું ચલણ ધાર્યા કરતાં વધુ વપરાઈ ગયું હતું. બોનોઝ આઇરિસમાં ઍરર્પોર્ટ જવા માટે બસને બદલે અમારે ટેક્સી કરવી પડી તેમાં ઘણું ચલણ વપરાયું એ તો ખરું, પણ બીજા એક પ્રસંગે પણ ત્યાં અણધાર્યું ખર્ચ થઈ ગયું હતું. અમારા એક લેટિન અમેરિકન મિત્રે એક પ્રકારનો પરિચય અમને કરાવ્યો. એમને ભારત વિશે કેટલુંક જાણવું હતું, એટલે પોતાને ઘરે બપોરે જમવા માટે નિમંત્રણ આપ્યું. તેઓ હોટેલ ઉપર અમને પોતાની કારમાં તેડવા આવ્યા. દૂર પરામાં એમને ઘરે અમે ગયાં. તેમની સાથે જન્મ્યાં. ભારત વિશે નિરાંતે ઘણી વાતો થઈ. એવામાં એમને અચાનક કોઈક મોટા માણસ મળવા આવ્યા, પરંતુ અમારે પાછા ફરવાનો સમય થઈ ગયો હતો. એટલે તેઓ મહેમાનને બેસાડી અમને મૂકવા માટે અમારી સાથે નીચે ઊતર્યા, પરંતુ અમને હોટેલ ઉપર મૂકવા આવવાની બાબતમાં તેઓ દ્વિધામાં પડી ગયેલા જણાયા. એમની મુશકેલી અમે સમજી ગયાં. હોટેલ ઉપર મૂકવા આવવા માટે અમે એમને ના પાડી, એટલે પોતાની ગાડી ચાલુ કરવાને બદલે રસ્તા પર જતી એક ટેક્સી એમણે ઊભી રખાવી. અમને એમાં બેસાડી ટૅક્સીવાળાને એમણે પોતાની સ્પેનિશ ભાષામાં અમારી હોટેલનું નામ અને સરનામું કહ્યું. અમે એમની વિદાય લીધી. હોટેલ ઉપર પહોંચ્યાં. નહિ ધારેલું ટેક્સીખર્ચ અચાનક આવી પડ્યું. વિદેશમાં કેટલીક વાર ખર્ચની બાબતમાં આપણી ગણતરી ખોટી પડે છે. લિમામાં અમારે હવે થોડી કરકસર કરવાનો વખત આવ્યો. હોટેલના અને ખાવાપીવાના ખર્ચમાં શક્ય તેટલી કરકસર કરવી એમ અમે નક્કી કર્યું. લિમામાં ઍરપેર્ટમાં હોટેલ માટેના કાઉન્ટર પર તપાસ કરી અને હોટેલ બોલિવાર’માં ઊતરવાનું નક્કી કર્યું. લિમાના મધ્ય ભાગમાં એક વિશાળ ચોક પાસે આ હોટેલ આવેલી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy