SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ નવા વર્ષની ભેટ ૧૯૭ ના, જી. મારો કાર્યક્રમ બધો ગોઠવાઈ ગયેલો છે. જોકે ૩૧મીએ રાત્રે બાર વાગે નવું વર્ષ ફિજીમાં ઊજવીશ અને પહેલીએ સવારે જઈશ.” “ઓકલેન્ડ ફરવા માટે કે કંઈ કામ માટે ?” “બસ, ફરવા માટે.” ક્યાં ઊતરવાના છો ?” ટ્રાવેલ લૉજ નામની હોટેલમાં મેં રિઝર્વેશન કરાવેલું છે.” “હોટેલમાં શા માટે ઊતરો છો ? આપણું ઘર ત્યાં છે. મારો નાનો દીકરો ત્યાં રહે છે. ત્યાં તમે ઊતરજો. આપણે ઑફિસે પહોંચીએ એટલે તરત હું ફોન કરી દઈશ. એ તમને એરપોર્ટ પર લેવા આવશે. તમને ઓકલેન્ડમાં બધે ફેરવશે.” ન્યૂઝીલેન્ડના પાટનગર ઓકલેન્ડમાં હું પહેલી વાર જતો હતો, એટલે શ્રી પટેલની આ ઉદાર આતિથ્યભાવનાથી આનંદિત થઈ ગયો. વિદેશમાં આવી કેટલીક સગવડ મેળવવા માટે કેટલીક વાર તો ભલામણપત્રો એકઠા કરવા પડતા હોય છે. તેને બદલ આટલા અલ્પ પરિચયે શ્રી પટેલે સામેથી મારે માટે કરેલી આ દરખાસ્ત મને આવકારદાયક લાગી. અમે શ્રી પટેલની ઑફિસે પહોંચ્યા. બહાર તડકામાં ફરીને આવ્યા હતા એટલે એરકંડિશન્ડ ઑફિસમાં બેસતાં ઠંડક અનુભવી. અમારા માટે ઠંડાં પીણાં આવ્યાં. દરમિયાન શ્રી પટેલે ઓકલૅન્ડ સીધો નંબર જોડીને પોતાના દીકરાને પહેલી જાન્યુઆરીની મારી ફલાઈટની અને એરપોર્ટ ઉપર લેવા આવવાની સૂચના જણાવી દીધી. એ માટે મેં એમનો આભાર માન્યો. ત્યાર પછી શ્રી પટેલે બહાર બેઠેલા એક ભાઈને બોલાવ્યા. આવીને તેમણે મને એક ફાઇલ હાથમાં આપી અને કહ્યું, “મને છાતીમાં બહુ ભાર લાગે છે, પણ પાણી પીઉં તો સારું લાગે છે. કોઈક વાર હાથ-પગ ખેંચાય છે અને થાક બહુ લાગે છે.” મને તરત સમજ ન પડી કે આ ભાઈ પોતાના દરદની આ બધી વાત મને શા માટે કરે છે ? ફાઇલ જોતાં જણાયું કે એ જુદા જુદા દાક્તરી રિપોર્ટની ફાઈલ છે. મને વહેમ પડ્યો કે તેઓ મને મેડિકલ ડોક્ટર તો નહિ સમજતા હોય ?! મેં તેમને કહ્યું, “ભાઈ, હું દાક્તર નથી. આ માટે તમે કોઈ દાક્તરની સલાહ લો.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy