SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ પાસપોર્ટની પાંખે રોગોમાં એલોપથીની દવાઓ બહુ અકસીર હોય છે. તેની અસર તરત જ થાય છે અને રોગ મટી જાય છે.” આમ વાતો કરતાં કરતાં અમે સાઉથ પેસિફિક યુનિવર્સિટીમાં પહોંચ્યા. યુનિવર્સિટીનું કેમ્પસ ઊંચાઈવાળા શાંત રમણીય વિસ્તારમાં આવેલું છે. આ કૅમ્પસ ધીમે ધીમે વિકસી રહ્યું છે. નવાં નવાં મકાનો તૈયાર થઈ રહ્યાં છે . અને નવા નવા વિભાગો ખૂલી રહ્યા છે. શ્રી પટેલે કહ્યું, “અમારી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ ઓછા છે, પરંતુ રાજયની એક જ યુનિવર્સિટી હોવાથી પૈસાની કોઈ તકલીફ નથી. સારો પગાર આપી અમે વિદેશમાંથી પણ અધ્યાપકો લાવીએ છીએ. કેટલાક અધ્યાપકો ઇન્ડિયાથી પણ આવ્યા છે. જોકે અમારા છોકરાઓ અહીં બહુ ભણતા નથી, અને જે સારું ભણે છે તે ન્યૂઝીલેન્ડ, ઑસ્ટ્રેલિયા કે ઇન્ડિયા ભણવા જાય છે.” યુનિવર્સિટીના કેમ્પસમાં ઘણા વિદ્યાર્થીઓને સિગારેટ પીતાં જો ઈ કહ્યું, “આ સિગારેટનું વ્યસન દુનિયાની ઘણી યુનિવર્સિટીઓના કેમ્પસમાં પહોંચી ગયું છે.” શ્રી પટેલે કહ્યું, “અમારે ત્યાં સિગારેટ એ કોઈ મોટી વાત નથી. અમારી યુનિવર્સિટી તો એથી પણ આગળ વધેલી છે. અમારી યુનિવર્સિટીએ પોતે જ ચા-પાણીની કેન્ટીન સાથે દારૂનો બાર પણ ચાલુ કરેલો. વિદ્યાર્થીઓ અને અધ્યાપકો વર્ગમાંથી છૂટીને દારૂ પીએ, કેટલાક વિદ્યાર્થીઓ તો ઘેર આવી સીધા બારમાં દાખલ થાય. મિત્રો સાથે દારૂ પીધા કરે અને ત્યાંથી સીધા ઘેર પાછા જાય. અહીં દારૂના નશાના કારણે કેટલીક વખત વિદ્યાર્થીઓનાં જુદાં જુદાં જૂથની વચ્ચે મારામારીઓ પણ થઈ છે. યુનિવર્સિટીએ આ તોફાનોને કારણે હમણાં દારૂનો બાર બંધ કરી દીધો છે.” મેં કહ્યું, “દુનિયાની ઘણી યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ ઘરે કે બહાર મદ્યપાન કરતા હોય છે. ત્યાં એ અસ્વાભાવિક કે અનૈતિક મનાતું નથી. અલબત્ત, યુનિવર્સિટીના કેમ્પસમાં યુનિવર્સિટી તરફથી દારૂનો બાર ચાલતો હોય એવું જવલ્લે જ જોવા મળે. ભારતમાં કાયદાથી દારૂબંધી કરવામાં આવી છે એવી વાત ઘણા વિદેશીઓને નવાઈભરેલી લાગે છે.” યુનિવર્સિટી જોઈ અમે પાછા ફર્યા. રસ્તામાં શ્રી પટેલે પૂછ્યું, “ડૉ. શાહ, તમે પહેલી જાન્યુઆરીએ જ ઓકલેન્ડ જવાના છો ? નવું વર્ષ ફિજીમાં કરો ને !”. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy