SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ કુટુંબપ્રેમ અમેરિકામાં યુવકયુવતીઓ ગમે તેટલાં શ્રીમંત હોય તોપણ તરત પોતાનું કમાવાનું ચાલુ કરી દે છે. મોજથી પૈસા ઉડાવે છે. ક્યારેક ખૂટે તો ત્રાસ આપીને માબાપ પાસેથી પડાવે છે. મોટા થતાં, અને લગ્ન થયા પછી તો અચૂક માબાપ સાથે તેઓ રહેતાં નથી. લગ્ન, છૂટાછેડા અને પુનર્લગ્નના બનાવો બહુ ઝડપી બનતા હોય છે. એને લીધે થોડા વખત પહેલાં જોયેલાં કુટુંબો એના એ રૂપે ફરી તરત જોવા મળે કે ન મળે. - પંકજભાઈએ કહેલી વાત સાંભળી આખો દિવસ મારું મન અમેરિકન કુટુંબજીવન વિશે વિચાર કરતું રહ્યું. એ દિવસે સાંજે અમે પંકજભાઈની સાથે એમને એક અમેરિકન મિત્રને ત્યાં જમવા ગયાં. અમે પહોંચ્યાં એટલે મિત્રે પોતાની પત્નીનો અને ત્રણ સંતાનોનો પરિચય કરાવ્યો. પરિચય પછી સંતાનો પોતપોતાના રૂમમાં ચાલ્યાં ગયાં. જમવામાં કોઈ અમારી સાથે જોડાયાં નહિ. જમતાં જમતાં ભારત અને અમેરિકાની રહેણીકરણીની અને કુટુંબવ્યવસ્થાની વાત નીકળી. ભારતમાં એક જ ઘરમાં ત્રણ પેઢી સાથે રહેતી હોય એવી વાતની અમેરિકન દંપતીને બહુ નવાઈ લાગી. પરણેલો યુવક પોતાનાં માબાપ સાથે રહે એ જ જ્યાં અઘરું મનાય છે, ત્યાં માબાપ ઉપરાંત દાદાદાદી અને વળી ક્યારેક કાકાકાકી અને એમનાં સંતાનો એ બધાં એકસાથે રહે એ તો સામાન્ય અમેરિકનને જલદી ગળે ન ઊતરે એવી વાત છે. અમારાં યજમાન અમેરિકન દંપતીએ ફરિયાદ કરતાં કહ્યું, “અમને અમારાં સંતાનોનો પ્રેમ મળતો નથી. તમે આજે મહેમાન તરીકે આવ્યા છો એટલે અમારા સંતાનો ઉપચાર ખાતર તમને મળવા આવ્યાં અને તરત જ પાછાં ચાલ્યાં ગયાં. અમારા કોઈ પણ મિત્રો મળવા આવે ત્યારે અમારાં સંતાનોને બોલાવીએ તો માત્ર “હલ્લો કરવા આવે. અમસ્તાં પણ તેઓ અમારી સાથે વાત કરતાં નથી. કંઈક કહીએ તો સામાં થઈ જાય છે. અમારી મોટી બે દીકરીઓ તો ઘડીકમાં એક તો ઘડીકમાં બીજા છોકરા સાથે ચારચાર પાંચ પાંચ દિવસ રખડવા ચાલી જાય છે અને તે પણ કહ્યા વગર, રાતના એના રૂમમાં ન આવી હોય ત્યારે જ અમને ખબર પડે છે કે એ ક્યાંક રખડવા ગઈ હશે !” પોતાનાં સંતાનો માટેની એમની ફરિયાદમાં દુઃખ હતું. આવી પરિસ્થિતિના કારણોની ચર્ચા ચાલી. મેં કહ્યું, “આનાં ઘણાં કારણો છે. પરંતુ પશ્ચિમના દેશોમાં આમાં એક મહત્ત્વનું કારણ સંતાનોને નાની ઉંમરથી જ એમના પોતાના જુદા ઓરડા આપી દેવામાં આવે છે એ પણ છે. પરિણામે વ્યક્તિવાદી દેશોમાં સંતાનોમાં એકલતાવાદ જન્મે છે અને વધે છે. માબાપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy