________________
૪૨
પાસપૉર્ટની પાંખે
પ્રત્યેનો તેમનો પ્રેમ ઓછો થતો જાય છે.' દાખલો આપતાં મેં કહ્યું, “શિકાગોમાં મારા એક ભારતીય મિત્રને ત્યાં હું રહ્યો હતો. ત્યારે મેં જોયું હતું કે એમણે પોતાના એક વર્ષના બાળકને એના જુદા રૂમમાં સુવડાવવાનું ચાલુ કરી દીધું હતું. જે બાળક આટલી નાની ઉંમરે સ્વતંત્ર ઓરડામાં એકલું રોજેરોજ આખી રાત વિતાવે તે બાળકમાં માતાપિતા પ્રત્યેની વહાલની લાગણી બહુ ન ખીલે તે સ્વાભાવિક છે. માનસશાસ્ત્રીઓ પણ કહે છે કે બાળક થોડું મોટું થાય ત્યાં સુધી રાત્રે એને માતાના શરીરની હૂંફની જરૂર રહે છે. એ મિત્રને મેં ટકોર કરી હતી પણ તેમને તે બહુ ગમી ન હતી. એટલે અમેરિકન બાળકો જેવી જ તેમના બાળકની સ્થિતિ થવાની સંભાવના છે.'
અમેરિકામાં કુટુંબઅેમ નથી જ એમ નહિ કહી શકાય. પરંતુ એકંદરે પરણ્યા પછી સંતાનોનો માબાપ પ્રત્યેનો પ્રેમ અને આવવાજવાનો વ્યવહાર ઓછો થઈ જાય છે. લોકો પણ એ પરિસ્થિતિથી એવા ટેવાઈ ગયા છે કે એના કરતાં વધુ લાગણીસભર સ્થિતિની કલ્પના જ તેમને હોતી નથી.
પશ્ચિમના દેશોમાં આ પ્રશ્ન ગંભીર બનતો જાય છે. તેમાં પણ જ્યાં પતિપત્ની વચ્ચે રાષ્ટ્ર, ભાષા, ધર્મ, સંસ્કાર વગેરેની દૃષ્ટિએ ભિન્નતા હોય છે ત્યાં આ પ્રશ્ન એથી વધુ વિકટ બને છે.
કુટુંબપ્રેમની સમસ્યા પશ્ચિમના દેશોમાં જેટલી ઉગ્ર છે તેટલી ભારતમાં
નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org