________________
રિઓમાં રાત્રે
૧૫૯ ફરવા જવું નહિ. આજે સવારે સાત વાગે એક ફ્રેન્ચ પ્રતિનિધિ યુવતી ત્યાં એકલી ફરવા ગઈ ત્યારે તેનું પાકીટ કોઈ ઝૂંટવી ગયું છે. આવો બનાવ ફરીથી ન બને તે માટે તમને સલાહભરી ચેતવણી છે.”
એટલામાં એક પ્રતિનિધિ ઊભા થયા. તેઓ મંત્રી પાસે ગયા અને એમની સાથે કંઈક વાત કરી. એ સાંભળીને તરત મંત્રી બોલ્યા, “માફ કરજો, લૂંટનો બીજો એક બનાવ પણ બન્યો છે. ગઈ કાલે રાત્રે મ્યુનિસિપલ કોર્પોરેશનના કાર્યક્રમમાંથી છૂટીને આ ઓસ્ટ્રેલિયન પ્રતિનિધિ ટેક્સી ન મળી એટલે રાતના એકલા ચાલતા પાછા આવતા હતા ત્યારે રસ્તામાં બે નીગ્રોએ એમનું પાકીટ અને ઘડિયાળ લૂંટી લીધાં છે. એમના ત્રણસો ડૉલર ગયા છે. અમે પોલીસમાં ફરિયાદ કરીશું, પણ એનાથી બહુ વળશે નહિ. તમને બધાને ખાસ ભલામણ છે કે તમારા પાસપોર્ટ, વિમાનની ટિકિટ, ટ્રાવેલર્સ ચેક વગેરે બધું બરાબર સંભાળીને રાખશો. એ સાચવવા માટે પેન કોંગ્રેસની ઑફિસમાં અથવા હોટેલના રિસેપ્શનિસ્ટ પાસે પણ વ્યવસ્થા છે.”
મિટિંગ પૂરી થતાં એ ઑસ્ટ્રેલિયન પ્રતિનિધિને અમે મળ્યાં. અમે અમારા અનુભવની એમને વાત કરી. એમણે કરેલા વર્ણન પરથી નિશ્ચિત થયું કે એ જ બે નીગ્રો હતા, જે અમને ધારીધારીને જોતા હતા.
અમે સદ્ભાગ્યે બચી ગયાની લાગણી અનુભવી. લૂંટાયા હોત તો અમારી શી દશા થાત તેનો વિચાર અમારાં ચિત્તને ઘડીક કંપાવી ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org