SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પ૦ પાસપોર્ટની પાંખે બેઠેલા ભગવાન બુદ્ધની મોટી પ્રતિમા છે, જે યંત્ર વડે ચારેય દિશામાં સતત ફરતી રહે છે. જંગલબાથની આખી રચના એક વિશાળ જગ્યામાં કરવામાં આવી છે, અને તે ઘણા ઊંચા, અર્ધવર્તુળાકાર, પારદર્શક છાપરા વડે બંધ કરવામાં આવી છે. તેમાં વચ્ચે ક્યાંય થાંભલો નથી. આખો જંગલબાથ ઍરકન્ડિશન્ડ છે. દૂષિત હવા પંખાઓ વડે સતત બહાર કઢાય છે. જંગલબાથમાં નાહતાં પહેલાં કે નાહ્યા પછી જેમણે સાબુથી નહાવું હોય તેમને માટે ઠંડા અને ગરમ પાણીના નળ છે. હજામત કરવી હોય તેમને માટે ત્યાં સાબુ, બ્રશ અને અસ્ત્રા પણ રાખવામાં આવ્યાં હોય છે. પુરુષોના બાથની અંદર સાફસૂફનું કામ સતત ચાલ્યા કરતું હોય છે, અને એ કામ માટેની સ્ત્રીઓને પણ નોકરીએ રાખવામાં આવી છે. આટલા બધા નગ્ન પુરુષો વચ્ચે કામ કરતી એ સ્ત્રીઓ કેટલી સાહજિકતાથી પોતાનું કામ કરતી હોય છે! બાથની બહાર વિશાળ ખંડમાં માથામાં નાખવાનું તેલ, ક્રીમ, શેવિંગ લોશન, હેર-ડ્રાયર, મસાજ-ચેર્સ, કીમતી ચીજવસ્તુઓ મૂકવા માટે લૉકર્સ, વજન કરવાના કાંટા, ઠંડાં અને ગરમ પીણાં તથા બિસ્કિટ વગેરે જોઈએ તો તે માટેનાં ઑટોમેટિક સ્લોટ મશીનો, સમય પસાર કરવા માટે રંગીન ટી.વી. સેટ, રમતગમતના સાધનો, ટી.વી. ગેમ્સ ઇત્યાદિની સુવિધા પણ છે. સુગિનોઈનો જંગલબાથ એટલે કે જાણે કોઈ બાદશાહી યોજના. એમાં સ્નાન કરવા જનાર એનાથી પ્રભાવિત થયા વિના રહે જ નહિ. દષ્ટિપૂર્વકનું આયોજન કેટલું સરસ હોઈ શકે તેનો આ એક ઉત્તમ નમૂનો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy