SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ દિગંબર સ્નાન ૧૪૯ વિવિધ પ્રકારનાં નાનાંમોટાં વૃક્ષો, ફૂલ-છોડ, વેલા વગેરે પણ ઉગાડવામાં આવ્યાં છે. એમાં નાહવા માટે એક નહિ પણ સાતેક નાનામોટા, ઘૂંટણ કે કમર સુધીના પાણીવાળા હોજ બનાવવામાં આવ્યા છે. કોઈકમાં પાણી એકદમ ગરમ છે, કોઈકમાં માફકસરનું છે અને કોઈકમાં ઠંડું છે. - આ ઉપરાંત કોઈક હોજમાં પાણીમાં નીચે નાના લીસા પથરા અને કાંકરાઓ રાખવામાં આવ્યા છે કે જેથી એમાં નહાતી અને ચાલતી વખતે પગનાં તળિયાં લીસા કાંકરાઓને અડે અને નદીમાં હોઈએ એવો કુદરતી અનુભવ થાય. કોઈક હોજમાં વચ્ચે રમવા માટે મેરી-ગો રાઉન્ડ, લપસણી, સી-સો, હીંચકા વગેરેની રચના કરવામાં આવી છે. કોઈક ઠેકાણે મસાજ માટે હારબંધ આઠ-દસ નળમાંથી ધોધની જેમ પાણી પંદરેક ફૂટ ઊંચેથી સતત પડે છે. જેમણે જોરથી પડતા પાણી વડે મસ્તક, ડોક, કમ્મર કે હાથપગે માલિસ કરવું હોય, તે આવા નળ નીચે ઊભા રહે છે. એક જગ્યાએ નાનાંમોટાં સૌને માટે મોટી લપસણી કરવામાં આવી છે, જેમાં વહેતાં પાણી સાથે માણસ ઉપરના હોજમાંથી બારેક ફૂટ નીચે, નીચેના હોજમાં લસરી શકે છે. આ જંગલબાથમાં એક જગ્યાએ ગરમ રેતીનો અખાડો કરવામાં આવ્યો છે. તેમાં ઠંડી અને નીચે જતાં વધુ અને વધુ ગરમ એવી ભીની રેતી રાખવામાં આવી છે. જેઓ રેતીનો શેક લેવા ઈચ્છતા હોય તેમાં સૂઈને પોતાનું આખું શરીર રેતીથી ઢાંકી દે છે અને એ રીતે શેક લઈ શકે છે. જેમ વધારે ગરમી જોઈએ તેમ પાવડા વડે રેતી વધારે ઊંડે સુધી ખસેડીને સૂઈ શકાય છે. રેતીનો શેક લીધા પછી, શેક લેનારાઓ માટે બાજુમાં બીજા બે જુદા હોજ રાખવામાં આવ્યા છે. પહેલા હોજમાં નાહીને શરીરે ચોટેલી રેતી કાઢી નાખવાની હોય છે તે પછી ચોખ્ખા પાણીના હોજમાં ફરી વાર નાહવાનું હોય છે. હોજની રચના જ એવી ક્રમબદ્ધ કરવામાં આવી છે કે રેતીમ્નાન કર્યા પછી પૂરા સ્વચ્છ થયા પછી જ બીજા કોઈ હોજમાં નાહવા જઈ શકાય છે. રેતીસ્નાન ઉપરાંત ઉષ્ણસ્નાન કે વરાળસ્નાનની ઇચ્છા હોય તેમને માટે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવે છે. વિશાળ પાયા ઉપર કરેલી આ રચનામાં જંગલ જેવું વાતાવરણ કરેલું છે. સિંહ, હરણ, હાથી, ગાય, બકરી વગેરે પ્રાણીઓનાં મોટાં રંગબેરંગી પૂતળાં બનાવીને વૃક્ષોની વચ્ચે મૂકવામાં આવ્યાં છે. એક હોજમાં વચ્ચે માછલીઘર પણ બનાવવામાં આવ્યું છે. બીજા એક હોજ પાસે જાપાની પદ્ધતિનો (જાપાનમાં મિયાજીમામાં સમુદ્રના પાણીમાં છે તેવો) લાકડાનો લાલ રંગનો દરવાજો પણ બનાવવામાં આવ્યો છે. એક હોલની વચ્ચે ધ્યાનસ્થ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy