SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ પાસપોર્ટની પાંખે કહ્યું, “અહીં જાપાનમાં આ રીતે સ્ત્રીઓ અને પુરુષો એક જ હોજમાં વસ્ત્રવિહીને સ્નાન કરે એની અમને જરાય નવાઈ નથી.” કિનુગાવા કરતાં કાવાજી શહેર વધુ ઊંચાઈએ આવેલું છે. પ્રમાણમાં તે નાનું અને શાંત છે. ત્યાંની નૈસર્ગિક શોભા કિનુગાવા કરતાં કંઈક વિશેષ ભવ્ય છે. કાવાજીથી અમે નિકોનો ધોધ જોઈ ટોક્યો પાછા ફર્યા. ત્યાથી હવે અમારો કાર્યક્રમ દક્ષિણમાં આવેલા જાપાનના પુગુ ટાપુના પ્રવાસે જવાનો હતો. ત્યાં બેપ્પ ટાપુનું બેડુ શહેર, આસો જ્વાળામુખી, કુમામોટોનો કિલ્લો અને નાગાસાકી શહેર જોવા અમે જવાનાં હતાં. બેપ્પ એ ઠરી ગયેલા જ્વાળામુખી ઉપર વસેલું શહેર છે. આજે પણ ત્યાં ઘણે સ્થળે ચોવીસ કલાક સતત ધુમાડા નીકળ્યા કરે છે. આ શહેર એના વિવિધ પ્રકારના ગરમ પાણીના ઝરા (જાપાની શબ્દ છે “જીગોકુ', એનો અર્થ થાય છે “નરક) માટે પ્રખ્યાત છે. બેઠુમાં એની સૌથી વિખ્યાત હોટેલ તે ‘સુગિનોઈ હોટેલ છે. શહેરના ઊંચામાં ઊંચા વિસ્તારમાં ડુંગરના ઢોળાવ ઉપર તે બાંધવામાં આવી છે. અડોઅડ આવેલાં ત્રણ વિશાળ મકાનમાં તે કરેલી છે. સુગિનોઈ હોટેલ પોતે જ બેપ્પનું એક જોવા જેવું સ્થળ છે. હોટેલો કેવી હોઈ શકે તેનો તે એક વિલક્ષણ નમૂનો છે. આ હોટેલમાં યૂઝિયમ, થિયેટર, પિશ્ચર-હાઉસ, આર્ટ ગેલેરી, ડાન્સિગ હૉલ, બગીચો, સ્વિમિંગ પુલ, સ્લોટ મશીનોવાળો એમ્યુઝમેન્ટ વિભાગ, દુકાનો, રેસ્ટોરાંઓ, ગરમ પાણીના બાથ વગેરે બધા વિભાગો જોતાં જ અડધો દિવસ લાગે. આ હોટેલનું એક મહત્ત્વનું લક્ષણ તે એના બાથે છે. કિનુગાવા કે કાવાજીમાં હોટેલોમાં ગરમ પાણીમાં નાહવા માટે સ્ત્રીઓ માટે અને પુરુષો માટે એમ બે સાદા હોજ છે. અહીં સુગિનોઈ હોટેલમાં તો આવા ચારેક સાદા પણ આકર્ષક રચનાવાળા હોજ તો છે જ, જે ચોવીસ કલાક ખુલ્લા રહે છે. પરંતુ તે ઉપરાંત અહીં “જંગલબાથ” અને “ફલાવરબાથ' નામના બે ઘણા વિશાળ અને ભવ્ય બાથ છે. દુનિયામાં હજુ સુધી આવા બાથ બીજે ક્યાંય કોઈ હોટેલની અંદર જોવા મળ્યા નથી. અમે હોટેલમાં પહોંચી, રૂમમાં ચાપાણી કરી, કિમોનો પહેરી નીકળ્યા. કપડાં ઉતારી જંગલબાથમાં નાહવા ગયા. ત્યાં લગભગ દોઢસો જેટલા પુરુષો, કેટલાક પોતાનાં નાનાં છોકરાંઓ સાથે સ્નાન કરવા આવ્યા હતા. બધી વસ્ત્રરહિત હતાં. આ હોટેલમાં જંગલબાથમાં ખરેખર જંગલ જેવું આબેહૂબ દૃશ્ય રચવામાં આવ્યું છે. એમાં નાળિયેરીનાં કેટલાંક વૃક્ષ ઉગાડવામાં આવ્યાં છે. ઉપરાંત For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy