SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ સાવો પાર્ક ૧૬૩ મળ્યાં. વધારે પશુપક્ષીઓ અને ખાસ કરીને સિહ વગેરે જોવાં હોય તો હોટેલમાં બે-ત્રણ રાત રોકાવું જોઈએ અને તે જોવા માટે પરોઢિયે બાલ્કનીમાં ચૂપચાપ બેસી જવું જોઈએ. હોટેલમાંથી નીકળી અમે બધાં બસમાં બેઠાં. અમારી બસ હવે પાછી ફરી રહી હતી. રસ્તામાં અચાનક એક સ્થળે ડ્રાઇવરે બસ ઊભી રાખી. કોઈકે પૂછ્યું : “બસ કેમ ઊભી રહી ?” પ્રાઇવરે કહ્યું : “ઝેબ્રા ક્રોસિંગ.” શહેરોમાં લોકોને રસ્તો ઓળંગવા માટે સફેદ અને કાળા પટા દોરવામાં આવતા હોય છે. તેને “ઝેબ્રા ક્રૉસિંગ' કહેવામાં આવે છે. ત્યાં માણસોને રસ્તો ઓળંગવાનો પહેલો હક્ક હોય છે. યુરોપ-અમેરિકામાં જ્યાં સુધી “ઝેબ્રા ક્રૉસિંગમાં એક પણ માણસ ચાલતો હોય ત્યાં સુધી વાહન થોભાવવું પડે છે. અમને થયું કે આ જંગલમાં પગે ચાલનાર માણસો ક્યાંથી હોય ? ડ્રાઇવર મજાક તો કરતો નથી ને ? એ જોવા માટે અમે બહાર નજર કરી, તો ખરેખર “ઝેબ્રા ક્રોસિંગ' જ હતું. રસ્તા પર ચટાપટા નહોતા, પણ ચટાપટાવાળા ઝેબ્રા પ્રાણીઓ પોતે હારબંધ રસ્તો ઓળંગી રહ્યાં હતાં. એકસાથે પચાસેક ઝેબ્રાનું ટોળું એકની પાછળ એક એમ મંદ ગતિએ જઈ રહ્યું હતું. એકસામટાં આટલાં બધાં ઝેબ્રા જોઈને બધાંને ખૂબ મજા પડી. . અમારી બસ આગળ ચાલી. રસ્તામાં એક સ્થળે સાતેક જેટલાં જિરાફ ટોળે વળીને ઊભાં હતાં. કેટલાંક તે જોયાં, કેટલાકે તે જોવાની દરકાર કરી નહિ. આગળ જતાં અમે એક સ્થળે કેટલાક હાથીઓનું ટોળું જોયું. તેમાં હાથીનું રમતિયાળ નાનું બચ્ચું - મદનિયું પણ હતું. પરંતુ તે જોવાનો હવે બહુ ઓછાંને રસ હતો. જંગલી પ્રાણીઓ જોઈને કેટલાંક હવે ધરાઈ ગયાં હતાં. - સાવો પાર્કમાંથી અમે બહાર નીકળ્યા ત્યારે સાંજ પડી જવા આવી હતી. અમે મોમ્બાસા પાછા ફરવા માટે હાઈવે પર આવી પહોંચ્યાં. તે સમયે પચીસેક હાથીઓનું એક મોટું ટોળું મોમ્બાસા-નાઇરોબીનો હાઈવે ઓળંગીને પાર્કની બીજી બાજુ જઈ રહ્યું હતું. કદાચ પોતાના રાત્રીના વિરામસ્થાને પાછું ફરી રહ્યું હશે ! પરંતુ મોટા ભાગનાં પ્રવાસીઓ માંહોમાંહે પોતાની વાતો કરતાં રહ્યાં. ઘણાંએ તો બહાર નજર સુધ્ધાં કરી નહિ. એમાંનાં ઘણાં તો એ જ હતાં કે જેમણે સવારે ઝઘડો કરીને પ્રાણીને જોવા માટે બસ પાછી ફેરવાવી હતી. આવા મોટા પાર્કમાં પ્રાણીદર્શનનું ફુક્ય પ્રવાસીઓને જેટલું સવારના આરંભમાં હોય છે તેટલું સાંજે પાછાં ફરતી વખતે હોતું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy