SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ B૯ મચ્છુ-પિચ્છ મચ્ચ-પિચ્છનાં દર્શન કરવાનો અવસર અમને સાંપડ્યો તે અમારા જીવનનો એક ધન્ય પ્રસંગ છે. મથ્ય- પિછુ (અથવા અન્ય ઉચ્ચાર પ્રમાણે માચુ-પિછું) અને ઇન્કા સંસ્કૃતિ વિશે કેટલા લોકો જાણતા હશે ? મધ્ય અને દક્ષિણ અમેરિકાના કેટલાક ભાગોમાં પ્રાચીન સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે. ઉત્તર અને દક્ષિણ અમેરિકાના ખંડોની ધરતી ઘણી વિશાળ છે. કેટલાય પ્રદેશ પહાડો અને જંગલોથી ભરપૂર છે. કેટલીય જમીન વણખેડાયેલી છે. ખોદકામો થાય તો હજુ ઘણા અવશેષો મળવાનો સંભવ છે. કોલંબસ ભારતની સફરે નીકળ્યો, પણ પહોંચ્યો અમેરિકાને કિનારે. તે વખતે એણે તો એમ જ માન્યું કે પોતે ભારત પહોંચી ગયો છે. એટલે એણે અમેરિકામાં જે લોકો જોયા તેઓ ભારતીય એટલે કે ઇન્ડિયન છે એમ માન્યું. અતિશય ઠંડીની લીધે ઇન્ડિયનોના ચહેરા રતાશવાળા હતા, એટલે તેઓને રેડ ઇન્ડિયન તરીકે ઓળખવામાં આવ્યા. કોલંબસે ભૂલથી ઓળખાવેલા ઇન્ડિયનો તે ખરેખર ભારતીય પ્રજાના જ વંશજો છે એમ કેટલાક નૃવંશશાસ્ત્રીઓ હવે માને છે. યુરોપીય પ્રજામાંથી ખાસ તો સ્પેન અને પોર્ટુગલની પ્રજાએ ઉત્તર અને વિશેષતઃ લેટિન (દક્ષિણ) અમેરિકામાં પહોંચીને વસવાટ શરૂ કર્યો તે પહેલાં ત્યાં જુદી જુદી આદિવાસી પ્રજાઓ રહેતી હતી. એ પ્રજાઓ મૂળ ત્યાંની વતની હતી કે સૈકાઓ દરમિયાન બહારથી ભમતી ભમતી આવીને વસી હતી એ વિશે કોઈ નક્કર પ્રમાણો મળતાં નથીપરંતુ અનુમાનો થાય છે. એક મત એમ માને છે કે એ બધી પ્રજા બેપાંચ હજાર કે તેથી વધુ વર્ષ પૂર્વે ભારતમાંથી સ્થળાંતર કરતી કરતી સૈકાઓ દરમિયાન ત્યાં જઈને વસેલી હોવી જોઈએ, અને ભારતનો સંપર્ક લુપ્ત થતાં કંઈક અંશે જંગલી જેવી બની ગઈ હોવી જોઈએ. પરંતુ આ લોકો ત્યાં પહોંચ્યા હશે કેવી રીતે ? એક મત એમ માને છે, કે બધી પ્રજાઓ વહાણો દ્વારા હિંદી અને પેસિફિક મહાસાગર ઓળંગતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy