SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ બે કોરિયન લેખકો નથી. પોતે પણ તેમની સાથે જ ગયો છે. થોડી વારમાં તેઓ પાછા આવવા જોઈએ. બીજા એક બસના ડ્રાઈવરે મને આ સંદેશો આપ્યો છે.” થોડી વારમાં ડ્રાઈવર અને કોરિયન લેખક આવતા દેખાયા. બધાંને શાંતિ થઈ. તે લેખક હવે કંઈક ભાનમાં હતા. બસમાં દાખલ થતાં તેઓ પોતાના પરાક્રમ માટે થોડું હસ્યા અને પોતાની બેઠક ઉપર જઈને તરત ઊંધી ગયા. ' - સાંજે અમે હોટેલ ઉપર પહોંચ્યાં. પેલા ખોવાયેલા લેખકની અમને બધાંને ચિંતા હતી. હોટેલમાં દાખલ થઈ રિસેપ્શનિસ્ટ પાસેથી અમે પોતપોતાના રૂમની ચાવી લેતાં હતાં, તે દરમિયાન પેલી કોરિયન લેખિકા ઝડપથી ઉપર જઈ તપાસ કરી આવી હતી. એણે કહ્યું, “અમારા પેલા લેખક સલામત છે. હોટેલમાં આવી ગયા છે અને પોતાની રૂમમાં ઊંઘે છે. તેમને જગાડીને મેં પૂછ્યું તો કહ્યું કે પોતે ટૉયલેટમાં જવા નીચે ઊતર્યા, પરંત ઘેનને લીધે ટૉયલેટની જગ્યા જડી નહિ (જે બાજુમાં જ હતી). પાછા ફરતાં એમને બસ જડી નહિ (જે દરવાજા પાસે જ ઊભી હતી). ટૉયલેટની ઉતાવળ હતી અને ઊંઘ સખત આવતી હતી એટલે તેઓ તરત ટેક્સી કરી હોટેલ પર તરત આવી પહોંચ્યા હતા.” રિઓનાં કેટલાંક સ્થળો અમને તે દિવસે જોવા ન મળ્યાં. (તે અમે પોતાની મેળે બીજે દિવસે જોઈ લીધાં). પરંતુ બે કોરિયન લેખકોની બીઅર પીવાની સ્પર્ધાને કારણે અમારી તે દિવસની સફર યાદગાર બની ગઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy