SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ પાસપૉર્ટની પાંખે જાનેરો જવાનો છું. મેં તારીખો પણ જણાવી હતી, પરંતુ યોશિતેરુ નુમાટાનો કોઈ જવાબ નહોતો. જોકે જવાબની કોઈ અપેક્ષા પણ નહોતી, કેમ કે ક્યારેક ક્યારેક અમે વર્ષમાં એક-બે વખત એકબીજાને અનિયમિતપણે ખુશીખબરના પત્ર કે ગ્રીટિંગ-કાર્ડ લખીએ છીએ, એટલે યોશિતેરુ નુમાટા અમારા માટે છેક સાઓ પાઉલોમાં વ્યવસ્થા કરાવશે એવી કલ્પના તો ક્યાંથી હોય ? આથી કસ્ટોડિયોનો ફોન આવતાં અમે સુખદ આશ્ચર્ય અનુભવ્યું. મેં કસ્ટોડિયોને અમારા કાર્યક્રમની વાત કરી. હોટેલની વ્યવસ્થા પોતે કરશે એમ એમણે કહ્યું. એનો અર્થ એ થયો કે અમારે મહેમાન તરીકે જવાનું છે. વિદેશમાં કોઈ સ્થળથી માહિતગાર ન હોઈએ, પહેલી વાર જતાં હોઈએ અને તેમાં પણ ભાષાનો અને વિદેશી ચલણની કરકસરનો પ્રશ્ન હોય ત્યારે આવું નિમંત્રણ આવકારદાયક થઈ પડે છે. કસ્ટોડિયો સાથે ફોન પર વાત પૂરી થતાં મેં પાન-અમેરિકનને ફોન કર્યો, અને અમે સાઓ પાઉલોની હોટેલનું રિઝર્વેશન રદ કરાવ્યું. નિયત દિવસે સાંજે અમે સાઓ પાઉલો પહોંચ્યાં. ઍરપૉર્ટ ઉપર કસ્ટોડિયો અને બીજા કેટલાક જાપાનીઓ અમને લેવા આવ્યા હતા. કસ્ટોડિયોને જોતાં જ અમને થયું કે તેઓ કોઈ ભારતીય જેવા દેખાય છે. મેં તેમને કહ્યું, “તમે ભારતીય હો એવા લાગો છો, સાચી વાત ?” ‘ઓ “હા, તદ્દન સાચી વાત. હું ભારતીય છું. ગોવાનો વતની છું.” કસ્ટોડિયોએ સાથે આવેલા જાપાનીઓનો પરિચય કરાવતાં કહ્યું, મિ. સસાકી; તમને કદાચ ખબર હશે કે યોશિતેરુ નુમાટાએ હમણાં બ્રાઝિલમાં મિટોયો કંપનીનું નવું કારખાનું શરૂ કર્યું છે. એના મેનેજર તરીકે સસાકી જાપાનથી સહકુટુંબ આવ્યા છે. આ શ્રીમતી સસાકી અને આ એમનો દીકરો... અને આ મિ. કાનાતાની, આસિસ્ટંટ મેનેજર.' ઍરપૉર્ટની બધી વિધિ પતાવી અમે કારમાં બેઠાં. અમારી રહેવાની વ્યવસ્થા સાઓ પાઉલોની મોંઘામાં મોંઘી હોટેલ હિલ્ટનમાં કરવામાં આવી હતી. અમે ત્યાં પહોંચ્યાં. રોજના સવાસો ડૉલરના દરની આ હોટેલ હતી. ષટ્કોણ આકારે બાંધેલી અને પ્રત્યેક રૂમમાં એક આખા કાચની દીવાલવાળી આ ઉત્તુંગ હોટેલના સોળમા માળે રૂમમાં બેઠાંબેઠાં આખું સાઓ પાઉલો દેખાતું હતું. નવાં બંધાયેલાં અડોઅડ બહુમાળી મકાનોને લીધે એનો ગીચ વિસ્તાર વધુ ગીચ લાગતો હતો. દૂર દૂર એક ઊંચા મકાનની ટોચે ઇલેક્ટ્રોનિક લાલ નીઓન લાઇટ વડે સમય તથા ટેમ્પરેચરના મોટા આંકડા દેખાતા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy