________________
૨ ૨૬
પાસપોર્ટની પાંખે કૂતરાના મોઢામાંથી તે પણ ખેંચાઈ ગઈ.' પત્નીએ તે આંચકી લીધી અને પોતે ખાવા લાગી. એણે કહ્યું, “મારી જિંદગીમાં આવાં સરસ બિસ્કિટ ક્યારેય મેં ખાધાં નથી.”
એણે પોતાનામાંથી એક ટુકડો પોતાના પતિને ખાવા આપ્યો. પતિને પણ ભાખરી બહુ ભાવી એ એમના ચહેરાની બદલાયેલી રેખાઓ પરથી જણાયું.
દરમિયાન ત્રીજી અને છેલ્લી ભાખરી પણ કૂતરાને ફેંકાઈ ગઈ. પરંતુ કૂતરો પહોંચે તે પહેલાં પેલાં બંને બાળકોએ ઝડપથી તે લઈ લીધી અને ઝટ ઝટ ખાવા લાગ્યાં. પતિએ તેમની પાસેથી એક ટુકડો માગીને ખાધો. - પતિ-પત્નીએ ભાખરી ખૂબ વખાણી. બાળકોને તો હજુ પણ વધારે જોઈતી હતી. તો બિચારો અમારી સામે તાકી રહ્યો હતો, પરંતુ અમારી પાસે ભાખરી ખલાસ થઈ ગઈ હતી. નવી ભાખરી બનાવી આપવા માટે
અમે તેમને કહ્યું, પરંતુ તેટલો સમય તેઓ રોકાઈ શકે તેમ ન હતાં. - કૂતરાને ખાતર પણ નવી ભાખરી બનાવવાની અમારી ઇચ્છા હતી, પરંતુ અમે લાચાર હતાં.
એકબીજાના ફોટા પાડીને અમે સહુ છૂટાં પડ્યાં.
કોઈ પણ પ્રજા માટેના આપણા મનમાં કેટલાક બંધાઈ ગયેલા ખ્યાલો ત્યાંના સામાન્ય માણસો કેવી રીતે ખોટા પાડે છે તેનો અમને આ એક લાક્ષણિક અનુભવ થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org