________________
પગરખાં ગોઠવનાર
કા
જાપાનમાં હિરોશિમા પાસે કુરે નામનું ગામ છે. મિટુટોયો નામની કંપનીનું ત્યાં વિશાળ કારખાનું છે. મિટુટોયો જાપાનની આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી કંપની છે. જાપાનમાં તથા ઉત્તર અને દક્ષિણ અમેરિકામાં જુદાં જુદાં સ્થળે એનાં ઘણાં કારખાનાં છે. અગાઉથી નક્કી કરીને કરેના કારખાનાની મુલાકાતે અમે પાંચ મિત્રો ગયા હતા.
કારખાનામાં પ્રવેશતાં જ અમે જોયું કે એની વડી કચેરીની બહાર જાપાની ધ્વજ ઉપરાંત ભારતીય ધ્વજ પણ તે દિવસે ફરકાવવામાં આવ્યો હતો. ઓફિસમાં પણ ટેબલ ઉપર નાનકડા જાપાની અને ભારતીય ધ્વજ મૂકવામાં આવ્યા હતા. વિદેશના મહેમાનોનું સ્વાગત કરવાની જાપાની લોકોની આ એક પ્રશસ્ય પ્રણાલિકા છે.
જાપાની રિવાજ મુજબ સૌ પ્રથમ અમને ઓશિબોરું આપવામાં આવ્યું. ઓશિબોરું એટલે વરાળ નીકળતા ગરમ પાણીમાં બોળેલો અને વીંટાળીને રાખેલો ટર્કિશ રૂમાલ. એ રૂમાલ વડે મોઢું સાફ કરતાં તાઝગી અનુભવાય છે. જાપાનમાં મહેમાનોને સૌ પ્રથમ ઓશિબોરું આપવામાં આવે છે. ગરમી હોય તો કોલનવોટરવાળા ઠંડા પાણીમાં બોળેલું ઓશિબોરું અપાય છે.
ઓશિબોરું પછી અમને ઓચા આપવામાં આવી. ઓચા એટલે એક પ્રકારની લીલી ચા. તેનો લીલા રંગનો ભૂકો ગરમ પાણીમાં ઉકાળીને અપાય છે. તેમાં દૂધ અને સાકર નખાતાં નથી. આ લીલું ગરમ પ્રવાહી એ જાપાનીઓનું પ્રિય પીણું છે. આપણે જે ચા પીએ છીએ તેને જાપાનમાં કોચા કહેવામાં આવે છે. જાપાનમાં ઘણા લોકો તેમાં દૂધને બદલે લીંબુ નિચોવીને પીએ છે. ઓચા અને કોચા એ બંનેનો સ્વાદ કેળવીએ તો આપણને પણ તે
ભાવે.
ઓચા પછી અમારા માટે સેન્ડવિચ અને કૉફી આવ્યાં. કારખાનાના મેનેજરના મદદનીશ જેવો પચ્ચીસેક વર્ષની એક યુવાન મેનેજરની સૂચનાનુસાર અમારે માટે આ બધી વસ્તુઓ લાવવામાં ઉત્સાહપૂર્વક દોડાદોડી કરી રહ્યો હતો.
પા-૧ Jain Education International -
For Private & Personal Use Only
www.jainelibrary.org