________________
પાસપોર્ટની પાંખે બીજે દિવસે સવારે નાસ્તા માટે ડાઇનિંગ હોલમાં અમે પહોંચ્યાં ત્યારે નાઇટક્લબની જ ચર્ચા ચાલતી હતી. મેં બાજુમાં બેઠેલા ભાઈઓને પૂછ્યું,
હજુ પણ એ જ ચર્ચા ચાલે છે ?” ત્યાં એક મિત્રે કહ્યું, “આ તો ગઈ કાલે રાત્રે અમને બધાને નાઇક્લબનો જે અનુભવ થયો તેની વાત અમે કરીએ છીએ.”
“મને બનાવતા તો નથી ને ?” મેં પૂછ્યું.
ના, સાચી વાત છે. આપણે બધાં જમીને પોતપોતાની રૂમમાં ગયાં. દરમિયાન આપણા ફોનની રાહ જોયા પછી આપણી જર્મન ગાઇડ યુવતી પોતે જ હોટેલમાં આવી પહોંચી. એક પછી એક બધાંનો ફોનથી સંપર્ક કરી લૉન્જમાં બોલાવી, સમજાવી, એણે ઘણાંબધાંને એકઠા કર્યા. સજોડે આવેલાં પતિ-પત્નીને પણ તેણે આગ્રહ કરીને સાથી લીધાં.”
અને ભારતીય સંસ્કૃતિવાળાં પેલાં લેડી ડૉક્ટર અને શિક્ષિકા ?” કુતૂહલથી મેં પૂછ્યું.
હા, એ બધાં પણ અમારી સાથે જોડાયાં. બધાંમાં મોખરે એ હતાં. જર્મન ગાઈડે સૌથી પહેલાં એમને જ સાધ્યો. તમારો અને તમારા જેવા બીજા ત્રણ જણનો અમે જાણીજોઈને સંપર્ક ન કર્યો, કારણ કે એથી અમારી વાત બગડે એવો ભય હતો. વળી અમે જાણતાં હતાં કે તમે તો કોઈ પણ સંજોગોમાં અમારી સાથે આવવાના જ નથી.”
પેલાં ડૉક્ટર મહિલા બચાવપૂર્વક કોઈકને કહેતાં હતાં કે “આપણે તો માત્ર કુતૂહલથી જોવા ગયાં હતાં. આપણે તો છોકરાને ઘરે છોકરાં છે. આપણ કંઈ થોડા જુવાનિયાની જેમ કામવાસનાથી જોવા ગયાં હતાં ? આપણા કરતાં ઉંમરે ઘણાં મોટાં એવાં યુરોપિયન અને અમેરિકન ડોસાડોસીઓ પણ કેટલાં બધાં આવ્યાં હતાં ?”
ચાનાસ્તા પછી અમે બધાં અમારા બાકી રહેલા નગરદર્શનના કાર્યક્રમ માટે બસમાં ઊપડ્યાં. સાંજે પાછાં આવ્યાં. રૂમમાં જઈ, કલાક આરામ કરી, હાથ-મોં ધોઈ અમે ડાઇનિંગ રૂમમાં જમવા માટે પહોંચ્યાં. પેલી પાંચ એકલી મહિલાઓ હજુ આવી નહોતી. ધીમે ધીમે વાત આવી કે તેઓ જમવાની નથી. નાઇટક્લબમાં ગઈ છે. અમને બધાને આશ્ચર્ય થયું.
બીજે દિવસે એરપોર્ટ જવા માટે અમે બસમાં બેઠાં ત્યારે પાછી એ ચર્ચા ચાલી. બીજી વાર પોતે નાઇટક્લબમાં ગયાં તેનો બચાવ કરતાં હોશિયારી અને અભિમાનપૂર્વક પેલાં મહિલા શિક્ષિકાએ કહ્યું, “પેલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org