________________
સેટ પૌલી જર્મનગાઈડ આપણને બધાને બનાવી ગઈ. એણે ઘણું કમિશન રાખ્યું હતું. જે નાઇટક્લબમાં આપણે પચાસ માર્કની પ્રવેશ-ફી આપીને પરમ દિવસે ગયાં હતાં તે જ નાઇટક્લબમાં ગઈ કાલે અમને ત્રીસ માર્કમાં બેસાડ્યાં હતાં. આપણને બાર્ગેઇન કરતાં આવડવું જોઈએ.”
અમારામાંથી એક પુરુષે એ મહિલાને સંભળાવવા કહ્યું, “તમે ત્રીસ માર્કમાં જઈ આવ્યાં, પણ અમે ચાર જણ એ જ નાઇટક્લબમાં વીસ માર્કમાં ગયા હતા. વળી અમને એક નહિ પણ બે ડ્રિક્સ મફત આપવામાં આવ્યાં
હતાં.”
એ સાંભળી મહિલા શિક્ષિકાનું મોટું પડી ગયું. બસમાં શાંતિ પ્રસરી રહી. ત્યાં તો અમારી બસ સેટ પૌલી વિસ્તારમાંથી પસાર થઈ. બધાંએ જોયેલી મોટાં પોસ્ટરવાળી એ નાઇટક્લબ દેખાઈ એટલે આંગળી ચીંધીને કેટલાંકે કહ્યું, “આ રહી આપણી નાઇટક્લબ.” એ જોઈને પોતે છેતરાયાનો કેટલાંકને અફસોસ થયો હતો. કેટલાંક જર્મન ગાઈડને ગાળો ભાંડતાં હતાં. પૈસા ભલે ગમે તેટલા થયા પણ આવો અનુભવ ભારતમાં ક્યાં આપણને મળવાનો હતો એ વિચારે કેટલાંક એકબીજાને આશ્વાસન આપતાં હતાં.
સંત પૉલના નામની કેવી ભયંકર વિડંબના હેમ્બર્ગમાં થઈ છે તેના વિચારે હું ચડી ગયો હતો.
પા-૭ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org