SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ ૨ પાસપોર્ટની પાંખે પરંતુ મારો પ્રશ્ન જરા જુદો હતો. મેં કહ્યું, “સૂપ શાકાહારી છે કે નહિ તેની ખાતરી મને કેવી રીતે થાય ? આવી શંકાભરી સ્થિતિમાં હું સૂપ ન લઉં તે જ મારા માટે ઈષ્ટ છે. માટે સૂપનો ઑર્ડર કેન્સલ કર્યો છે તે જ બરાબર છે.” * ઑર્ડર કેન્સલ કરવાના આગ્રહથી વેઇટરને ગમ્યું નથી તેમ મને લાગ્યું. અલબત્ત આવી મોટી હોટેલમાં રોજ કેટલાય ઓર્ડર કેન્સલ થતા હોય એટલે તેની કોઈને પડી ન હોય. પરંતુ હું સૂપ વગરનો રહીશ એનું એને દુઃખ હતું. હું મક્કમ હતો એટલે મેનેજર અને વેઇટર ચાલ્યા ગયા. પરંતુ થોડી વારે વેઇટર એક રસોઇયાને લઈને અમારા ટેબલ પાસે આવી પહોંચ્યો. આવી હોટેલોમાં વેઇટર કરતાં રસોઇયાનો પહેરવેશ જુદો હોય છે. સ્વચ્છ અને ઇસ્ત્રીબંધ કડક સફેદ કપડાં અને માથે સફેદ લાંબી ઊંચી ટોપીથી એ તરત પરખાઈ ગયો. રેસ્ટોરાંના ડાઈનિંગ હૉલમાં રસોઇયો જાતે આવે એવું સામાન્ય રીતે બને નહિ. એથી આસપાસનાં ટેબલવાળાઓ અમારી સામે તાકી રહ્યાં. સૂપની એ જ ભાંજગડ ચાલ્યા કરી. હું મારા મિત્રને અંગ્રેજીમાં સમજાવું અને તેઓ એને જાપાનીમાં સમજાવે. સૂપ મારે જોઈતો નથી એ જ મારો નિર્ણય મક્કમતાથી મેં ફરીથી જણાવ્યો. તેઓ બંને ચાલ્યા ગયા, પરંતુ તેમના ચહેરા ઉપર નિરાશા હતી. એટલામાં થોડી વારમાં વેઇટર અને રસોઇયો ફરી આવી પહોંચ્યા. વેઈટરના હાથમાં ચમચા સહિત પ્લેટ હતી અને રસોઈયાના હાથમાં એક બાઉલ હતો. એમાં તે સૂપ લઈને આવ્યો હતો. તે જાપાનીમાં બોલતો હતો. મારા મિત્રે તેનો ભાવાર્થ મને કહ્યો કે “તમને નમૂનાનો સૂપ બતાવવા માટે રસોઇયો લઈ આવ્યો છે. તમે ચાખી જુઓ. તમને શાકાહારી લાગે તો જ તમે લો.” સામાન્ય રીતે રસોઇયો આટલી તસ્દી લે નહિ અને આવી મોટી હોટેલોમાં એવી એટિકેટ પણ નહિ. મારા મિત્રે કહ્યું, “ડૉ. શાહ, રસોઇયો આઉટ ઑફ ધ વે જઈને તમારા માટે આટલું બધું કરે છે. માટે તમે હવે આ સૂપ ચાખી તો જુઓ.” ' કહ્યું, “મને જે ખાવાનો વાંધો છે એ ચાખવાનો પણ વાંધો છે. વાનગી શાકાહારી કે માંસાહારી છે તે જાણવા માટે પણ અમારાથી ચાખી શકાય નહિ.” - રસોઈયો અને વેઇટર મારા માટે તસ્દી લેતા હતા તે માટે મેં તેમનો ખૂબ ખૂબ આભાર માન્યો અને મારી મુશ્કેલીઓ મિત્ર દ્વારા પ્રેમથી તેમને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy