SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ શાકાહારી સૂપ વિદેશમાં માંસાહારીઓને પોતાનો આહાર મેળવવામાં બહુ તકલીફ પડતી નથી. તેમને તકલીફ હોય તો તે પોતાના સ્વાદની અથવા પોતાના દેશની વાનગીઓ મેળવવામાં હોય છે. શાકાહારીઓને અને તેમાં પણ જૈનોને પોતાને ખપે એવો આહાર મેળવવાની તકલીફ એથી ઘણી વધારે હોય છે. પશ્ચિમના દેશોમાં શાકાહારની પ્રવૃત્તિનો પ્રચાર એક સૈકાથી પણ જૂનો છે. એટલે ત્યાં ઘણાં રેસ્ટોરાંમાં નોકરી શાકાહાર વિશે જાણતા હોય છે. એશિયાના દેશોમાં ખાસ કરીને દૂર પૂર્વના દેશોમાં સમગ્ર પ્રજા માંસાહારી છે. ત્યાં શાકાહાર વિશે બહુ લોકો જાણતા હોતા નથી. અલબત્ત, છેલ્લા બેત્રણ દાયકામાં મોટાંમોટાં શહેરોમાં ફાઇવસ્ટાર હોટેલો થવાને લીધે શાકાહાર વિશે ત્યાં કેટલાક લોકો જાણતા થયા છે. હું પહેલી વાર જાપાન ગયો ત્યારે ટોક્યોની સુપ્રસિદ્ધ ન્યૂ ઓટાની હોટેલમાં ઊતર્યો હતો. મારા એક જાપાની મિત્ર સાથે હોટેલની રેસ્ટોરાંમાં હું જમવા ગયો હતો. એક હજારથી વધુ રૂમવાળી, સત્તર માળની એ હોટેલમાં છ તો મોટાંમોટાં રેસ્ટોરાં હતાં – કોઈ જાપાની પદ્ધતિનાં, કોઈ ચીની રીતરસમનાં, તો કોઈ પશ્ચિમની ઢબનાં. અમે પશ્ચિમની ઢબના એક રેસ્ટોરાંમાં ગયા હતા. હું ચુસ્ત શાકાહારી છે એ મારા મિત્રે જાપાની ભાષામાં રેસ્ટોરાંના મેનેજરને સમજાવ્યું હતું. રેસ્ટોરાંનું મેનકાર્ડ જોઈને મકાઈના શાકાહારી સૂપ માટે મેં ઓર્ડર આપ્યો. પરંતુ પછીથી વિચાર આવ્યો કે શાકાહારી વાનગીમાં તો ઘણી ભેળસેળ થતી હોય છે. કેટલીક વાર ઈંડાં પણ તેમાં વપરાતાં હોય છે. આ ચોખવટ મેં મારા મિત્રને કરી. તેમણે એ વિશે વેઈટરને જાપાની ભાષામાં સમજાવ્યું પરંતુ બંનેના ચહેરાના હાવભાવ જોઈને મને લાગતું હતું કે વેઇટર બરાબર સમજ્યો નથી અને માત્ર હાએ હા કરે છે. આવી સંદિગ્ધ સ્થિતિમાં મારે માટે સારો રસ્તો એ હતો કે એ સુપ મારે ખાવો નહિ. મેં મારા મિત્રને કહ્યું, “મારો સૂપનો ઑર્ડર કેન્સલ કરાવો.” એમણે કેન્સલ કરવા માટે વેઈટરને કહ્યું, પરંતુ વેઇટરે જઈને એ વાત મેનેજરને કરી એટલે મેનેજર વેઇટર સાથે ટેબલ પાસે આવ્યો. મૅનેજરે કહ્યું, સૂપ શાકાહારી જ છે, માટે તમે ઑર્ડર કેન્સલ કરાવો નહિ.” Jain Education International For Private & Personal Use Only Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy