SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ પાસપોર્ટની પાંખે કેવું સરસ દશ્ય છે ! એકાદ જગ્યાએ ઊભા રહીને જોવાનું મન થાય એવું છે.” “અહીં હાઈવે પર એમ ગાડી ઊભી ન રાખી શકાય. પોલીસની મોટર આવે તો તરત આપણો નંબર લે. હા, તમારી મોટર બગડી ગઈ હોય તો જુદી વાત છે.” અભયભાઈએ કહ્યું. ' પચાસેક કિલોમીટર ગાડી ચાલી હશે ત્યાં અભયભાઈએ અચાનક ગાડી વચલી લાઈનમાંથી છેલ્લી લાઈનમાં લીધી. તેમના ચહેરા પર કંઈક મૂંઝવણ દેખાઈ. મેં પૂછ્યું, “કેમ શું છે ?” ગાડી સ્પીડ પકડતી નથી; મને લાગે છે કે એની ઓટોમેટિક ગિઅર સિસ્ટમ બગડી ગઈ છે. ઊભી રાખીને આપણે જરા જોઈ લઈએ.” આસપાસનું મજાનું દૃશ્ય જોવા માટે કાયદેસરનું કારણ મળ્યું, પરંતુ હવે એ જોવામાં રસ ન રહ્યો; બલ્ક ચિંતાનો વિષય થયો. અમે એક બાજુ ગાડી ઊભી રાખી. બોનેટ ખોલીને જોયું. પણ કશી ખબર પડી નહિ. ગાડી સ્ટાર્ટ કરવા માટે પ્રયત્નો કર્યા પણ કેમે તે સ્ટાર્ટ થાય નહિ, અને થાય તો થોડે જઈને તરત જ પાછી ઊભી રહી જાય. ગાડીમાં શી ખામી છે તે અમને સમજાયું નહિ. અભયભાઈ કહે, “આ ગાડી મારે માટે નવી છે. એટલે મને એમાં બહુ સમજ પડતી નથી.” - અમે ફરી એક પ્રયત્ન કર્યો, પરંતુ ગાડીએ તો હવે ચાલવાનો જ ઇન્કાર કર્યો. હવે શું થાય ? આપણે ભારતમાં તો રસ્તે જતા બીજા કોઈ ગાડીવાળાને કે ખટારાવાળાને ઊભા રાખી તેની મદદ માગીએ, પરંતુ અહીં એવી પ્રથા નહિ. રસ્તા પર કોઈ માણસ પણ મળે નહિ. હાઈવે ઉપર માણસને ચાલવાની મનાઈ હોય છે. માત્ર ગાડીઓ જ ઝડપભેર ચાલી જતી હોય. કોઈ ગાડીને ઊભા રહેવાનું પણ ન કહેવાય. લંડનથી અમે સમયની ગણતરી કરીને નીકળ્યાં હતાં. વ્યાખ્યાન માટે પા કે અડધો કલાક મોડું થાય તો લોકો બેસે, પરંતુ એથી વધારે મોડું અહીં રસ્તામાં અમારે થઈ ગયું. મેં અભયભાઈને કહ્યું, “આજે હવે માન્ચેસ્ટરમાં વ્યાખ્યાનનો કાર્યક્રમ નહિ થઈ શકે.” જોઈએ. કદાચ શક્ય હશે તો ધાર્યા પ્રમાણે વ્યાખ્યાનના સમય પહેલાં જ આપણે પહોંચી જઈશું.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy