SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ લંડનથી માન્ચેસ્ટર માન્ચેસ્ટરમાં રવિવારે સાંજે છ વાગે મારું તથા મારાં પત્નીનું વ્યાખ્યાન ગોઠવાયું હતું . અમારા મિત્ર અભયભાઈ મહેતા અને તેમનાં પત્ની મંગળાબહેન પોતાની ગાડીમાં લંડનથી અમને માન્ચેસ્ટર લઈ જવાનાં હતાં. એક દિવસનો જ માન્ચેસ્ટરનો અમારો કાર્યક્રમ હતો. સવારે અભયભાઈ સમયસર અમને દેવચંદભાઈ ચંદરિયાના ઘરે લેવા આવ્યા. ચાનાસ્તો કરીને અમે તૈયાર બેઠાં હતાં. ગાડીમાં બેસતાં મેં અભયભાઈને પૂછ્યું, “તમારી પાસે તો બીજી ગાડી હતી. આ ગાડી ક્યાંથી લાવ્યા ?' “મારી ગાડી. આમ તો સારી છે. પણ આજે આપણે બહારગામ જવાના છીએ એટલે મારા એક મિત્રની આ નવી ગિઅરલેસ ગાડી લઈ લીધી છે. મારી ગાડી જૂની છે. કોઈ વખત રસ્તામાં કદાચ તકલીફ આપે.” અભયભાઈએ કહ્યું. આ બીજી ગાડી તદ્દન નવી અને આકર્ષક હતી. ચાલતી હતી પણ બહુ સરસ. અમે અભયભાઈને ઘેર પહોંચ્યાં. ત્યાંથી મંગળાબહેન અમારી સાથે જોડાયાં. રસ્તામાં ખાવા માટે એમણે નાસ્તો તથા ફળ લીધાં હતાં. લંડન છોડી અમે હાઈવે (ઇંગ્લૅન્ડમાં મોટર-વે કહેવાય છે) ૫૨ બહાર નીકળ્યાં. રસ્તો ઘણો વિશાળ અને જવા તથા આવવા માટે જુદો જુદો હતો. ટ્રાફિક પણ વ્યવસ્થિત અને શિસ્તબદ્ધ હતો. લંડનથી સોએક કિલોમીટ૨ અમે નીકળી ગયાં. રસ્તામાં જ્યાં પાર્કિંગ વિસ્તાર અને રેસ્ટોરાં હતાં ત્યાં અમે થોડી વાર અલ્પાહાર કર્યો. ઈંગ્લૅન્ડમાં આવા સ્થળે મુસાફરોને માટે ઘણી સગવડો હોય છે. કોઈકને રાત રોકાવું હોય તો તે માટે હોટેલમાં રૂમની પણ વ્યવસ્થા હોય છે. દર અડધી મિનિટે એકાદ-બે મોટરકાર આવતી-જતી હોય એટલી અવરજવર આવાં રેસ્ટોરાં પાસે સતત ચાલ્યા કરતી હોય છે. થોડીક વાર આરામ કરી અમે પાછાં ગાડીમાં ગોઠવાયાં. પાણીના રેલાની જેમ ગાડી ચાલવા લાગી. આસપાસનું વાતાવરણ રમણીય હતું. ચારે બાજુ નાની નાની ટેકરીઓ ઉપર લીલુંછમ ઘાસ હતું. અમારી દીકરી શૈલજાએ કહ્યું : “અભયભાઈ, થોડી વાર અહીં ગાડી ઊભી રાખોને ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy