________________
પાસપૉર્ટની પાંખે
અમે વિમાનના દરવાજામાં ઊભાં હતાં. ઍરહૉસ્ટેસ નીચે ફૉર્મ તપાસતી હતી. પછી તેણે ઉપર આવીને કહ્યું, “માફ કરજો, તમને દારૂ નહિ મળે. તમે અરજી જ કરી નથી. તમારે પહેલેથી અરજી કરીને પૈસા ભરી દેવા જોઈએ ને ?”
૨૩૪
ઍરહૉસ્ટેસના જવાબથી હું રાજી થયો. ડૉલર આપ્યા ન હતા એટલે તો કંઈ વાંધો હતો જ નહિ. આમ પણ મારે દારૂ જોઈતો જ ન હતો. પરંતુ એક વખત નક્કી કરાયું કે મેં અરજી કરી છે અને બીજી વખતે કહેવાયું કે મેં અરજી કરી નથી ! આવું કેમ બન્યું હશે તેનો વિચાર મનમાં ચાલતો હતો. દાળમાં જરૂર કંઈક કાળું છે એવો વહેમ પડ્યો.
એવામાં મારી નજર નીચે ગઈ તો બીજો ઑફિસર દાણરહિત દારૂના બાટલામાંથી કેટલાક બાટલા જુદા તારવી રહ્યો હતો. તે માટે તેની પાસે બીજાં કેટલાંક ફૉર્મ હતાં. એમાં જ મારું અને મારા જેવા બીજા કેટલાક અજાણ્યા મુસાફરોનું ફૉર્મ હશે એમ તરત લાગ્યું. અમારા વતી પૈસા ભરીને બાટલાની ડિલિવરી તે પોતે લઈ લેતો હતો તેવો વહેમ પાકો થયો.
ઍરહૉસ્ટેસે પણ કહ્યું, “અહીં લિમાના ઍરપૉર્ટમાં અજાણ્યા મુસાફરો પાસે અરજી કરાવી પછી તેમને નામે પૈસા ભરીને ડ્યૂટી-ફ્રી દારૂ મેળવવાનું અને પછી બજારમાં મોંઘા ભાવે વેચવાનો ધંધો કરવાનું ષડયંત્ર ચાલે છે. લશ્કરી શાસન છે. એટલે તેની સામે કોઈ ફરિયાદ થઈ શકતી નથી. બધા જ ઑફિસરો અંદર અંદર મળેલા છે.'
ભ્રષ્ટાચાર અને ગેરરીતિ અટકાવવા માટે જે અમલદારોની નિમણૂક થઈ છે તેઓ જ અહીં અંદરોઅંદર મળી જઈને વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિ ચલાવતા હતા !
રક્ષક-ભક્ષકની રીતિ તો પ્રકારાન્તરે દુનિયામાં સર્વત્ર રહેલી છે. સત્તારૂઢ થયા પછી સમતોલપણું જાળવવું સર્વને માટે સુલભ નથી.
Jain Education International
}
For Private & Personal Use Only
www.jainelibrary.org