________________
૧૦૪
પાસપોર્ટની પાંખે રેખાઓ ન હોય. તેઓ ચીન તરફની મોંગોલ જાતિના નથી હોતા, પણ એમની ઝીણી આંખોને કારણે મોંગોલ જેવા દેખાતા હોવાથી તેમને માટે અંગ્રેજીમાં “મોંગોલ' શબ્દ રૂઢ થઈ ગયો છે. * પેલા બે માણસો આવ્યા અને ટોળામાં ભળી ગયા. એ બે માણસો કોણ હતા, એ જોવા માટે અમે નજર ફેરવી પણ ખબર પડી નહિ, કારણ કે “મોંગોલ” પ્રકારના લોકોના ચહેરા એકબીજા સાથે ઘણા મળતા આવતા હોય છે. વસ્તુતઃ તેમના ચહેરાની રેખાઓ ઓછા પ્રમાણમાં અમુક જ રીતે વિકસતી હોવાને કારણે બરાબર નિરીક્ષણ ન કર્યું હોય તો એકને બદલે બીજો સમજવાની ભૂલ આપણે કરી બેસીએ.
પશ્ચિમના લોકોની ગોરી ચામડી અને આર્થિક તથા વૈજ્ઞાનિક પ્રગતિને કારણે આપણા ઘણા લોકોને તેમના પ્રત્યે અહોભાવથી જોવાની, તેમનાથી અંજાઈ જવાની ટેવ હોય છે. પરંતુ એકસાથે સવાસો-દોઢસો જેટલા યુરોપી મોંગોલોને જોઈએ તો ગોરી ચામડીવાળા એટલે આપણા કરતાં ચડિયાતા એવી લઘુતાગ્રંથિ આપણામાં જો હોય તો તે તરત જ નીકળી જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org