SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ : સિડનીની ફેરવેલ-પાર્ટી - ઈ. સ. ૧૯૭૭ના ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં પેન (PEN) સંસ્થાની કોંગ્રેસમાં ભારતીય પ્રતિનિધિ તરીકે ભાગ લેવા માટે હું ગયો હતો. સિડનીની સુખ્યાત શૈવરૉન હોટેલમાં બધા પ્રતિનિધિઓને ઉતારો આપવામાં આવ્યો હતો. આઠ દિવસની આ પરિષદમાં સાહિત્યના જુદા જુદા વિષયો ઉપર નિબંધો વંચાયા. વળી સોવિયેત યુનિયનમાં પેનનું કેન્દ્ર સ્થાપવું કે નહિ ? દુનિયાનાં જુદાં જુદાં રાષ્ટ્રોમાં કેદમાં પૂરવામાં આવેલા લેખકોને છોડાવવા માટે શું શું કરવું ? સોવિયેટ યુનિયનમાંથી ભાગી છૂટેલા લેખકોને સહાય કરવા શું શું કરવું ? કોરિયાના કવિ કિમ જી હાને કેદમાં રાખવામાં આવ્યા છે તે માટે જાપાને છપાવેલી દ્રષભરી પત્રિકા સામે કોરિયાનો વિરોધવગેરે વિષયો ઉપર ઘણી ગરમાગરમ ચર્ચાઓ પણ થઈ. આ બધી ચર્ચાઓમાં ક્યારેક આંતરરાષ્ટ્રીય રાજકારણ પણ ડોકાતું હતું. અધિવેશનના છેલ્લા દિવસે બપોરે ઔપચારિક આભારવિધિ થઈ ગયા પછી રાત્રે છેલ્લો કાર્યક્રમ હતો ફેરવેલ-પાર્ટીનો. આ કાર્યક્રમ માટે પિન-કોંગ્રેસના ઓસ્ટ્રેલિયન આયોજકોએ જોરશોરથી જાહેરાત કરી હતી. વળી તેઓએ ગર્વપૂર્વક કહ્યું હતું, “કોંગ્રેસની કાર્યવાહીમાં ગરમાગરમ ચર્ચાઓથી દુખેલું તમારું માથું હળવું બનાવવું હોય તો ફેરવેલ-પાર્ટીમાં જરૂર પધારજો.” આ ફેરવૅલ-પાર્ટી બધા માટે આડકતરી રીતે ફરજિયાત બની હતી, કેમ કે તે માટે પ્રતિનિધિદીઠ વીસ ઑસ્ટ્રેલિયન ડૉલર (એક ડૉલર બરાબર દસ રૂપિયા) દરેક પાસેથી અગાઉથી વસૂલ કરી લેવામાં આવ્યા હતા. શરાબ, સંગીત અને ભોજનનો આ કાર્યક્રમ હતો. જો પહેલેથી તેની ફી લઈ લેવામાં આવી ન હોત તો કદાચ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું બહુ મન ન થાત. બીજા પ્રતિનિધિઓ સાથે વિચારવિનિમય કરતાં લાગ્યું કે માત્ર ઔપચારિકતા ખાતર પણ મારે હાજરી આપવી જોઈએ. - સિડનીમાં જે કેટલાક જૂના ઐતિહાસિક વિસ્તારો હજુ પણ સારી રીતે જાળવી રાખવામાં આવ્યા છે એમાંનો એક વિસ્તાર તે આર્માઇલ ટાવર્ન છે. ઇંગ્લેન્ડથી દેશનિકાલની સજા પામેલા સાતસો ભારાડી ગુનેગાર કેદીઓને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy