SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ બાટુ ગુફાઓ ૧૮૯ લઈને બસ ઊપડી. અમારા ગાઇડે આરંભમાં કુઆલાલંપુરનો ભૌગોલિક અને ઐતિહાસિક પરિચય આપ્યો અને પછી રસ્તામાં આવતાં સ્થળો વિશે માહિતી આપતો ગયો. કુઆલાલંપુરમાં મલેશિયાની સરકારે બાંધેલી મસ્જિદ રસ્તામાં અમને બતાવવામાં આવી. મલેશિયાની મોટા ભાગની વસતિ મુસલમાન છે. ત્યાંની સરકાર ઇસ્લામી છે, એટલે સરકાર તરફથી મલેશિયામાં કેટલેક સ્થળે ભવ્ય મજિસ્ટો બાંધવામાં આવી છે. મસ્જિદ જોયા પછી અમે રબરના એક ખેતરમાં ગયાં. ત્યાં રબરના ઝાડને કેવી રીતે છેદ પાડવામાં આવે છે, કેવી રીતે ઝાડનું દૂધ વાસણમાં એકઠું કરાય છે અને તેમાંથી કેવી રીતે રબર બનાવાય છે તે અમને બતાવવામાં આવ્યું. તદુપરાંત પાર્લામેન્ટ, નેશનલ મ્યૂઝિયમ, મરિઅમ્મા હિન્દુ મંદિર, રાષ્ટ્રીય સ્મારક, ફેડરલ સેક્રેટરિયેટ, સિયામી મંદિર વગેરે જુદાં જુદાં કેટલાંક સ્થળો અમે જોયાં. પરંતુ દરેક સ્થળે અમારો ગાઇડ અમને જોવા માટે જે સમય આપતો હતો તેથી અમને બધાંને સંતોષ થતો નહોતો. અમે ગાઇડને તે માટે ફરિયાદ કરી. તેણે કહ્યું કે પોતે જે સમય આપે છે તેથી વધારે સમય આપી શકે તેમ નથી. વધારે સમય આપવા જતાં બપોરે પાછાં ફરવામાં મોડું થઈ જાય. વળી એને લીધે તેઓને બપોરની બીજી ટૂર કરવામાં મોડું થઈ જાય, કારણ કે ડ્રાઇવરને એક ક્લાક લંચ માટે આપવાનો હોય છે. કુઆલાલંપુર છોડીને અમે આઠેક માઈલ દૂર નીકળી ગયા. અમારે હવે ફક્ત બે સ્થળ જોવાનાં બાકી હતાં : એક તો બાટુ ગુફાઓ અને ત્યાંથી પાછાં ફરતાં બીજું સ્થળ તે ઝવેરાતનું એક કારખાનું. બાટુ ગુફાઓ પાસે ડુંગરની તળેટીમાં અમારી બસ પહોંચી. અમારા ગાઇડે કહ્યું, “ગુફામાં ઉપર જવા માટે લગભગ પોણા ત્રણસો પગથિયાં છે. જેમણે ચઢીને જવું હોય તે ચઢીને જાય; જેમણે ટ્રોલીમાં બેસીને જવું હોય તેઓ ટ્રોલીમાં જઈ શકે છે. ગુફા જોવા માટે તમને વીસ મિનિટનો સમય આપવામાં આવે છે. તમે જઈ આવો. હું અહીં નીચે બસમાં જ બેઠો છું.” અમે બધાં ગુફા જોવા ચાલ્યાં. કેટલાંક પ્રવાસીઓ પગથિયાં ચઢીને ઉપર પહોંચી ગયાં અને કેટલાંક પગથિયાંની બાજુમાં જ કરવામાં આવેલી, તારના દોરડા વડે યંત્રથી ઉપર ધીમે ધીમે ખેંચાતી ટ્રોલીમાં ટિકિટ લઈને ગયાં. પગથિયાં ચઢીને ઉપર પહોંચતાં જ મને અને મારા મિત્રોને લાગ્યું કે આવી વિશાળ કુદરતી ગુફા જોવા માટે વીસ મિનિટનો સમય બહુ ઓછો ગણાય. ગાઈડે આપણને વધારે સમય આપવો જોઈતો હતો. અમારી સાથે આવેલા ગોરા પ્રવાસીઓ સમયપાલનના ચુસ્ત આગ્રહી - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy