SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ८४ પાસપૉર્ટની પાંખે રોજ હજારો ખલાસીઓની અવરજવર અહીં થાય છે અને જ્યાં ખલાસીઓની અવરજવર બહુ હોય ત્યાં આવા વિસ્તારો પણ સ્વાભાવિક રીતે હોય. ડૉક પાસે આ વિસ્તાર સૈકાઓ પહેલાં ચાલુ થયેલો. વખતોવખત એને આધુનિક રૂપ અપાતું ગયું છે. અહીંનો વેશ્યાવાડો આખી દુનિયામાં સૌથી વધુ અદ્યતન અને ફેશનેબલ છે. એ જોવા રોજ હજારો પ્રવાસીઓ અહીં આવે છે.” વળી એણે કહ્યું, “આ વિસ્તાર નામચીન છે. રાતના એકલદોકલ ફરનાર પ્રવાસી અહીં લૂંટાઈ જાય છે. અહીં ફસાવવાના ધંધા પુષ્કળ ચાલે છે. અહીં નાઇટક્લબમાં જતાં બહુ સાવધ રહેજો. જર્મન છોકરીઓ બહુ જબરી અને આક્રમક સ્વભાવની હોય છે. તેઓ એસ્કોર્ટ તરીકે નાઇટક્લબમાં તમારી સાથે આવે તો તમારા ખર્ચે પુષ્કળ ટ્રિક્સ પી લે છે. એના ભાવ પણ વધારે હોય છે અને બિલ બનાવવાની બાબતમાં નાઈટક્લબમાં વેઈટરોની સ્મરણશક્તિ ઈરાદાપૂર્વક બહુ સારી હોતી નથી, એટલે ધાર્યા કરતાં બિલ બહુ મોટું આવે છે. ક્લબમાં જનાર એકલદોકલ પ્રવાસીનું ખીસું જ્યાં સુધી પૂરેપૂરું ખંખેરવામાં ન આવે ત્યાં સુધી તેને કોઈ બહાર નીકળવા દેતું નથી. કેટલીક ક્લબોમાં બહાર વસ્ત્રવિહીન યુવતીઓના આકર્ષક ફોટા મૂકવામાં આવ્યા હોય છે, પણ પ્રવેશ ફી આપીને તમે અંદર દાખલ થાવ ત્યારે ત્યાં નૃત્ય કરનાર નગ્ન યુવતીઓ નથી હોતી, ગુંડાઓ હોય છે જે તમને મારીને તમારું બધું પડાવી લે છે. અલબત્ત, આનો અર્થ એ નથી કે અહીંની બધી જ નાઇટક્લબો ખરાબ છે. કેટલીક ઘણી સારી પણ છે અને જોવા જેવી છે. તમે બધાં જો ગ્રુપ-બુકિંગ કરાવો તો મારે જયાં ઓળખાણ છે તે ક્લબમાં તમને પ્રવેશ-ક્ષમાં ડિસ્કાઉન્ટ અપાવી શકીશ. ત્યાં સિત્તેક માર્ક (જર્મન ચલણ) લે છે, પણ આપણી પાસેથી વ્યક્તિ દીઠ પચાસ માર્ક લેશે અને એક ડ્રિન્ક મફત આપશે. હું પોતે તમારી સાથે આવીશ અને તમને કંઈ તકલીફ ન પડે તે હું જોઈશ. તમારી ઇચ્છા હોય તો નક્કી કરજો. હું રાત્રે આઠ વાગે તમારા ફોનની રાહ જોઈશ. જેમને આવવું હોય તે પહેલાં વાળુ કરી લે. હોટેલથી આપણે ચાલતાં જઈશું, ફક્ત આઠ-દસ મિનિટનો રસ્તો છે.” * સેટ પૌલી અને નાઇટક્લબોની વાત આવી એટલે અમારામાં ખળભળાટ મચી ગયો. બસમાંથી ઊતરી હોટેલના લૉન્જમાં અમે બેઠાં ત્યારે પણ માંહોમાંહે આ જ ચર્ચા ચાલી. અમારા ગ્રુપનાં બધાં જ સ્ત્રીપુરુષો લગભગ પચાસની ઉપરની ઉંમરનાં હતાં. કેટલાક પુરુષો એકલા હતા, કેટલાક સજોડે હતા અને કેટલીક મહિલાઓ એકલી હતી. એકલા પુરુષોમાંથી છ-સાત પુરુષોએ તરત જ બેધડક પોતાનો નિર્ણય જાહેર કરી દીધો : “તમે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy