________________
સેટ પોલી
ડેન્માર્કના કોપનહેગનથી અમે જર્મનીમાં હેમ્બર્ગ પહોંચ્યાં. અમે લગભગ પાંત્રીસેક ભારતીય પ્રવાસીઓ હતાં. અમારામાંનાં કેટલાંક પંજાબનાં, કેટલાંક બંગાળનાં અને કેટલાંક દક્ષિણ ભારતનાં હતાં. ગુજરાતીઓ અમે ચારેક હતાં. અમારામાંનાં દક્ષિણ ભારતનાં પ્રવાસીઓ સૌથી વધુ શ્રીમંત હતાં.
હેમ્બર્ગ અમારું વિમાન નિર્ધારિત સમય કરતાં મોડું પહોંચ્યું હતું. પરિણામે હેમ્બર્ગમાં અમને શહેરદર્શન માટે લઈ જનારી જર્મન ગાઈડ યુવતીને બે કલાક અમારી “હોટેલ એલ્ટોનામાં બેસી રહેવું પડ્યું હતું.
અમે હોટેલમાં પહોંચ્યાં ત્યાં લન્ચનો સમય થઈ ગયો હતો, પરંતુ અમારામાંનાં ઘણાંખરાંએ એવું સૂચન કર્યું કે જો ફક્ત ચા-કૉફ લઈને આપણે તરત બસમાં બેસી જઈએ તો વધુ સમય ન બગડે અને નગરદર્શન માટે આપણને નિરાંત રહે. પરંતુ દક્ષિણ ભારતીય શ્રીમંત સ્ત્રી-પુરુષોએ લન્ચ લેવાનો આગ્રહ રાખ્યો, એટલે અમારે બીજા બે કલાક થોભવું પડ્યું. પરિણામે અમારો નગરદર્શનનો કાર્યક્રમ બે દિવસમાં વહેંચાઈ ગયો.
અમારી બસ નગરદર્શન માટે ઊપડી. શહેરનાં યૂઝિયમ, યુનિવર્સિટી, ડોક વગેરે કેટલાંક સ્થળો બતાવીને અમારી બસ હેમ્બર્ગના સેટ પૌલી નામના મશહૂર વિસ્તારમાંથી પસાર થવા લાગી. અમારી ગાઈડે કહ્યું, “સંત પૉલ નામના સંત મહાત્માના પવિત્ર નામથી આ વિસ્તાર “મેંટ પૌલી તરીકે
ઓળખાય છે, પણ હેમ્બર્ગનો આ સૌથી વધુ અપવિત્ર વિસ્તાર છે. તમે રસ્તાની બંને બાજુ નજર કરો એટલે ખાતરી થશે !'
સેંટ પૌલી વિસ્તારના રીપરબહાન નામના ધોરી રસ્તાની બંને બાજુ નજર કરતાં થોડે થોડે અંતરે આવતી દુકાનો ઉપર નગ્ન સ્ત્રીઓનાં મોટાં મોટાં પોસ્ટરો લગાવેલાં નજરે પડ્યાં. વળી દુકાનોની બહાર સંખ્યાબંધ રંગીન શૃંગારી ફોટાઓ કાચના કબાટમાં લટકાવેલા દેખાતા હતા. Sex-Minoનાં, Pomoનાં Live-Showનાં સાઇનબોર્ડ દુકાનો ઉપર મોટા અક્ષરે લખેલાં વંચાતાં હતાં. અમારી ગાઈડે કહ્યું, “હેમ્બર્ગનો આ વિસ્તાર દુનિયાના આવા વિસ્તારોમાં સૌથી મોટો છે. હેમ્બર્ગ યુરોપનું એક મોટું અને જૂનું બંદર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org