SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ કળા--ખરીદીની અને વેચાણની ખરીદી એ એક પ્રકારની કળા છે. કેટલાક માણસો ખરીદી કરવામાં કુશળ હોય છે. વસ્તુને જોતાં જ તેનું મૂલ્ય તેઓ પામી જાય છે અને સમજાવીને, ભાવતાલ કરીને, રકઝક કરીને વેપા૨ી પાસેથી તે વસ્તુ સસ્તામાં મેળવે છે. કઈ વસ્તુ ક્યાં સસ્તી મળે છે તે તેમની નજર શોધી કાઢે છે. કઈ ઋતુમાં, કયા દિવસોમાં ભાવો વધશે અથવા ઘટશે તેવી સૂઝ તેઓને હોય છે. બીજાઓ કરતાં પોતે ઘણું સસ્તું અને સારું ખરીદી લાવ્યાનો તેમનો આનંદ અને ગર્વ વધતાં રહે છે. કેટલાક વેપારીઓ પણ એવા હોય છે કે જે દુકાને ચડેલા ઘરાકને પાણીપાણી કરી નાખે છે. ઘરાકને એને જોઈતી વસ્તુ વેચવી એ તો સહેલી વાત છે, પરંતુ જે વસ્તુ ખરીદવા તે ન નીકળ્યો હોય તે વસ્તુ પણ તેને વળગાડી દેવી એ પણ એક કળા છે. ઘરાક બિનઅનુભવી કે ગણતરી વગરનો હોય તો એ વાત તરત તેઓ પામી જાય છે. પોતાનો માલ વેચવાને માટે દુનિયામાં બધે જ વેપારીઓને અવનવા નુસખા અજમાવવા પડતા હોય છે. અવિકસિત કે વિકાસશીલ દેશોમાં ખરીદીમાં ભાવતાલ થાય, રકઝક થાય, કસવામાં આવે એ દેખીતું છે. વિકસિત દેશોમાં ભાવતાલ કરવાની પદ્ધતિ હવે ઘટતી જાય છે. સમય જ્યાં ઘણો મૂલ્યવાન બનતો જાય છે ત્યાં ભાવતાલ કરવાની ફુરસદ નથી વેપારીને હોતી કે નથી ધરાકને હોતી. યુરોપ, અમેરિકા અને જાપાન જેવા દેશોમાં એક જ નિશ્ચિત ભાવ(Fixed price)ની પ્રથા ઘણી વ્યાપક બની ગઈ છે. જાપાનમાં એક વખત ચામડાની એક હૅન્ડબૅગ લેવાની મને જરૂર પડી. એક સ્ટોરમાં અમે ગયા. મને ભાવ વધારે લાગ્યો. તે ઓછો કરવા માટે દુકાનદારને સમજાવવા મારા જાપાની મિત્રને મેં અંગ્રેજીમાં કહ્યું, તો મિત્રે તે પ્રમાણે કહેવાની ના પાડી. તેણે કહ્યું, “એમ ભાવ ઓછો કરાવવો તે આપણે માટે બહુ ખરાબ કહેવાય. જાપાનમાં એવી પ્રથા નથી. જાપાનમાં દરેક વસ્તુના ભાવ લખેલા હોય છે. તમને ગમે તો લો, ન ગમે તો ન લો.” મારા મિત્રની વાત સાચી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy