SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ ગાતાં ફળ હા.” બધાંએ કહ્યું. “પણ ફળ ગીત ગાય છે એવું તમે કોઈએ ધ્યાનથી સાંભળ્યું ?” ડ્રાઇવરે પ્રશ્ન કર્યો. “અમે ફળ વીણવામાં એટલાં મશગૂલ હતાં કે સાંભળવાનું અમને સૂઝયું પણ નહિ.” એકે કહ્યું. “મેં સાંભળવાનો પ્રયત્ન કર્યો, પણ મને એવું કોઈ ગીત સંભળાયું નહિ.” બીજાએ કહ્યું. પ્રાઇવરે કહ્યું, “હજુ સુધી કોઈ પ્રવાસીએ ફળને ગીત ગાતાં સાંભળ્યું હોય એવું મને જાણવા મળ્યું નથી. પરંતુ દુકાનદારે આ ગીત ગાવાની જે યોજના દાખલ કરી છે તેનું કારણ ખાનગીમાં તમને કહું છું. ગાવાનું ફરજિયાત એટલા માટે છે કે ફળ વીણતાં વણતાં કોઈ ખાવા લાગે નહિ. પહેલાં લોકો ખેતરમાં ટોપલી લઈને જાય, પણ ટોપલીમાં એક પણ ફળ પડે નહિ. લોકો ચાખતા જાય અને ખાતા જાય અને ખાલી ટોપલી લઈને પાછા આવે. છેતરવાનો લોકોનો આશય ન જ હોય, પણ મીઠાં, તાજાં ફળ ચાખવાનું મન માણસ રોકી ન શકે અને એક ફળ ચાખ્યા પછી સ્વાદ એવો લાગે કે બીજાં ફળ ખાધા વગર રહેવાય નહિ અને આવડા મોટા ખેતરમાં એકલો દુકાનદાર કેટલાંકનું ધ્યાન રાખે ? માટે એણે આ નિયમ કર્યો.” “તોપણ કેટલાક લોકોને મેં ખેતરમાં ફળ ખાતા જોયા હતા !” કોઈક કહ્યું. “એવું તો થોડું બન્યા કરે. એની ગણતરી ગણીને જ દુકાનદાર ભાવ રાખે છે. તેમ છતાં પણ તાજો અને જાતે વીણેલાં આટલાં બધાં સરસ અને સસ્તાં ફળ તમને બીજે મળે નહિ. એ માટે આ ફાર્મ ખૂબ પ્રખ્યાત છે.” ડાઇવરે કહ્યું. રોટોફુવાને રસ્તે ફળના ફાર્મના આ નવીન અનુભવે અમારા પ્રવાસને વિશેષ ઉલ્લાસમય બનાવ્યો. Jain Education International For Private & Personal Use Only 1 Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy