SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ સિડનીની ફેરવૅલ-પાર્ટી ૧૦૭ હવે મારે તો ટૅક્સી કરવી જ પડશે કારણ કે મને તો ત્યાં કેટલુંક કામ સોંપાયું છે. એ માટે મારે સમયસર પહોંચવું જરૂરી છે.” એમણે મને કહ્યું, “ડૉ. શાહ, હું ટેક્સી કરીને જાઉં છું. તમે ચાલો મારી સાથે.” પછી બીજા પ્રતિનિધિઓને ઉદ્દેશીને કહ્યું, “તમારામાંથી બીજા બે પણ આવી શકે છે.” મેક્સિકોની બે મહિલા પ્રતિનિધિઓ તરત આવવા તૈયાર થઈ. બહાર નીકળી અમે ચારે ટેક્સીમાં બેઠાં. સરસ વાતો ચાલી. આયોજકોની આવી વ્યવસ્થા માટે ટીકા થઈ. ટેક્સીમાં બેસવા મળ્યું એટલે આનંદિત થઈ મેક્સિકન મહિલાઓ બ્રિટિશ પ્રતિનિધિની પ્રત્યેક વાતે “હા જી’, ‘હા જી' કહી સાદ પુરાવતી રહી. અમે આગઇલ ટાવર્સ પહોંચ્યાં. ટેક્સીમાંથી નીચે ઊતર્યા. ટેક્સીવાળાને પૈસા ચૂકવી બ્રિટિશ પ્રતિનિધિએ ચાલતાં ચાલતાં કહ્યું, “ક્ષમા કરજો. આપણે ટેક્સી જે ભાગમાં (Share) કરી છે તેનો તમારે દરેકે દોઢદોઢ ડૉલર આપવાનો છે.” મને થયું કે આ તો ખરો વાણિયો નીકળ્યો. પરંતુ દોઢ ડૉલર જેટલી રકમ માટે બોલવું એ અનુચિત ગણાય. પેલી બે મેક્સિકન મહિલાઓને પણ ગમ્યું નહિ. પર્સ ખોલીને પોતાના ભાગના પૈસા તેમણે આપી દીધા, પરંતુ પોતાનો અણગમો વ્યક્ત કરવા બ્રિટિશ પ્રતિનિધિની વાતમાં પછી કશો રસ લીધો નહિ અને અળગી થઈને કંઈક બબડતી ચાલવા લાગી. ટેક્સીમાંથી ઊતરતી વખતે મેં મીટર જોયું હતું તેમાં ચાર ડૉલર અને દસ સેન્ટ આવ્યા હતા. તેની જગ્યાએ બ્રિટિશ પ્રતિનિધિએ અમારા ત્રણ પાસેથી કુલ સાડાચાર ડૉલર લીધા. એટલે કે પોતે ટૅક્સીમાં મફત આવ્યા અને ઉપરથી ચાલીસ સેન્ટનો ફાયદો કર્યો. આ એમણે ઈરાદાપૂર્વક કર્યું હશે કે ભૂલથી થઈ ગયું હશે તે તો કોણ જાણે ? કારણ કે કેટલાક વિદેશીઓ મોઢે હિસાબ કરવામાં કાચા હોય છે. તેમાં વળી આ તો કવિ-લેખકની જાત. ગમે તેમ હોય, પણ તેમના પ્રત્યેનું મારું માન ઊતરી ગયું. આર્માઇલ ટાવર્નના વિશાળ રેસ્ટોરાંમાં પૅન-કોંગ્રેસના બધા પ્રતિનિધિઓ ગોઠવાઈ ગયા હતા. દોઢસો વર્ષ જૂના એ રેસ્ટોરાંમાં જાડાં ખરબચડાં લાકડાના જૂના સમયનાં મોટાં મજબૂત ટેબલ હતાં. બેસવા માટે ખુરશીઓ નહિ પણ લાંબી પાટલીઓ હતી. દાખલ થતાં જ કોઈ પ્રાચીન ઇમારત છે એવો ભાસ થાય. હું દાખલ થયો કે તરત પેન-કોંગ્રેસના મંત્રી પીટર આલ્સટોબે બૂમ પાડી મને બોલાવ્યો. તેમણે કહ્યું, “ડો. શાહ, અહીં આવો. એક સીટ મેં તમારે માટે રાખી છે. બીજા કોઈને બેસવા દીધા નથી. શા માટે તે જાણો છો ?” “હું શરાબ અને સિગરેટ નથી પીતો એટલા માટે જ હશે !” હસતાં હસતાં મેં કહ્યું, કારણ કે પીટર મારી જેમ શરાબ અને સિગરેટ પીતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy