________________
ઘેટાંમુંડન
૩૭
ખોલીને ઝડપથી એક ઘેટું બોચીથી પકડીને ઊંચકી લીધું. ઘેટું બેં બેં કરવા લાગ્યું અને છૂટવા મથવા લાગ્યું. પરંતુ એટલી વારમાં તો માલિકે પોતાના બે ઘૂંટણ અને સાથળ વચ્ચે ઘેટાના ચારે પગ દબાવીને જકડી લીધા. ઘેટું હવે ચસકી શકે તેમ નહોતું. તે બેં બેં કરતું રહ્યું. એણે પેશાબ કર્યો. માલિકે ડાબા હાથે ઘેટાનું ગળું પકડ્યું. જમણા હાથમાં અસ્ત્રો લઈ અંગૂઠા વડે સ્વિચ ચાલુ કરીને ઘેટાના શરીરના વાળ એ ઉતારવા લાગ્યો. ઘ અસ્ત્રો ચાલ્યો અને ઘેટાના શરીર ઉ૫૨ ફરી વળ્યો. પાંચ મિનિટમાં તો ઘેટું ઊનરહિત થઈ ગયું. ક્યાં પેલું હૃષ્ટપુષ્ટ દેખાતું ભરાવદાર ઘેટું. અને ક્યાં હવે આ વતું કરાવેલું સાવ બોકડું પાતળું ઘેટું ! પાંચ મિનિટમાં તો બારેક કિલો જેટલું એનું વજન ઓછું થઈ ગયું. હવે તે તદ્દન નાનું, પાતળું અને વિચિત્ર લાગતું હતું. હલકું થઈ ગયેલું એ પોતે પણ વિમાસણની કોઈ વિચિત્ર લાગણી અનુભવતું દેખાતું હતું. ખબર ન હોય તો કોઈ કહી શકે નહિ કે આ એ જ ઘૂંટું હશે ! એના શરીર ઉપર કોઈ કોઈ જગ્યાએ અસ્ત્રો વધારે ઘસાવાને કારણે લોહીની ટશરો ફૂટી હતી. માલિકે એક મોટી ટ્યુબ લઈ એમાંથી લીલા રંગનું ક્રીમ હથેળીમાં કાઢ્યું અને ઘેટાના આખાયે શરીરે ચોપડી દીધું. પછી એક મોટા બાટલામાંથી એક પ્યાલામાં દવા કાઢી અને ઘેટાનું મોઢું બળજબરીથી પહોળું કરી દવા એના મોઢા વાટે પેટમાં ઠાલવી દીધી. માલિકે અમને કહ્યું, “મુંડન પછી આ કાળજી લેવી બહુ જરૂરી છે. કારણ કે જો તે ન લઈએ તો ધેટાને ચામડીનો રોગ થાય છે અને તે માંદું પડી મરી જાય છે. વળી મુંડન પછી ઘેટાની તાકાત ઘટી જાય છે. એને લીધે એના પેટમાં રોગનાં જીવાણુઓ થાય છે અને ઘેટું રોગિષ્ઠ બની મરી જાય છે. પેટમાં જીવાણુ ઉત્પન્ન ન થાય માટે તરત દવાનો આ ડોઝ પિવડાવવામાં આવે છે. દસ દિવસ સુધી રોજરોજ તે નિયમિત પિવડાવાય છે. દસેક દિવસમાં ધેટાંને થોડું થોડું ઊન આવ્યું હોય છે, એથી તેની તાકાત સહજે . વધી હોય છે. ત્યારપછી તે પોતાની મેળે સાજું રહે છે.”
માલિકે ત્યારપછી ઘેટાંના વાળના નમૂના જોવા અમને આપ્યા. પગના, પેટના, ડોકના અને બાકીના શરીરના વાળમાં સ્પષ્ટ ફરક જણાતો હતો. વાળનું વર્ગીકરણ કરી જુદા જુદા કોથળામાં ભરવામાં આવ્યા. ઘેટાંના વાળ મુંડન પછી નીચે ગંદી જગ્યામાં પડવાને કારણે બહુ ગંધાતા હતા.
ફાર્મના માલિકે અમને કહ્યું, “ઇલેક્ટ્રિક અસ્ત્રાની શોધ થયા પછી ઘેટાંને મૂંડવાનું કામ સરળ થઈ ગયું છે. પહેલાં અમે ઘેટાંને લાંબી કાતર વડે મૂંડતા ત્યારે એક ઘેટાને મૂંડવામાં લગભગ અડધો કલાક ચાલ્યો જતો. ઘેટાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org