SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ પાસપૉર્ટની પાંખે અંદર ભરાઈ જવા સિવાય તેમને છૂટકો નહોતો. ઘેટાં મકાનમાં ભરાઈ ગયાં એટલે માલિકે મકાનનો દરવાજો બંધ કરી દીધો. કૂતરો પાછો પોતાના પાંજરામાં પહોંચી ગયો અને માલિકની પત્નીએ તરત સાંકળથી બાંધી દીધો. ફક્ત બે મિનિટમાં જ આટલાં બધાં છૂટાંછવાયાં ગાડરો એકઠાં કરવાનું કામ પતી ગયું. માલિકે કહ્યું, “અમારો આ કૂતરો ‘ઊભો થા.' ‘બેસી જા', ‘દોડ', ‘પાછો આવ', ‘ભસ', ‘ઘેટાંઓને એકઠાં કર', ‘જમણી બાજુ લઈ જા’ એમ બાર જુદા જુદા ઇશારા મોઢાની સિસોટી પ્રમાણે સમજે છે. તે ઘેટાંઓને ડરાવે છે. ક્યારેક ઘેટાંઓનાં ટોળાં ઉપર ભસતો ભસતો છલાંગ મારીને ચડી પણ જાય છે, પણ ફાડી ખાતો નથી. ઘેટાંના વ્યવસાયમાં શિકારી કૂતરા અનિવાર્ય છે. વળી જોકે અમારે ત્યાં ચોર-લુટારાનો ડર નથી, તોપણ આ ફાર્મમાં એકલા રહેવામાં કૂતરાઓને લીધે અમને સલામતી રહે છે.” કૂતરાને ઇશારાની તાલીમ આપતાં કેટલો સમય લાગે છે ?' મેં પૂછ્યું. “બહુ વાર નથી લાગતી; પરંતુ ન્યૂઝીલૅન્ડમાં ઇશારાની તાલીમ પામેલા કેળવાયેલા તૈયાર સરસ કૂતરા ક્લબમાંથી વેચાતા મળે છે. કૂતરાને તાલીમ આપનારી બસો જેટલી ધંધાદારી ક્લબ ન્યૂઝીલૅન્ડમાં છે.” ફાર્મ-માલિક અમને મકાનના ઉપરના માળે મુંડન માટેના કારખાનામાં લઈ ગયો. ત્યાં બહુ ખરાબ વાસ આવતી હતી. ત્યાં ઘેટાંઓને આવવા માટે ત્રણ દરવાજા હતા, અને દરેક દરવાજા પાસે છતમાંથી લટકતો ઇલેક્ટ્રિક અસ્ત્રો હતો. એક બાજુ મોટા મોટા કોથળાઓ પહોળા કરીને લટકાવવામાં આવ્યા હતા. કપાયેલું ઊન ભરવા માટે તે રાખવામાં આવ્યા હતા. ઘેટાંઓ આ મકાનમાં છેક ઉપરના માળે દ૨વાજા સુધી આવી પહોંચે એટલી સંખ્યામાં વાડામાંથી છોડવામાં આવ્યાં હતાં. બધાં ગીચોગીચ ભરાઈને ઊભાં હતાં. બધાંનાં માત્ર મોઢાં દેખાતાં હતાં. કેટલાંક ગભરાટમાં બે બે અવાજ કરતાં હતાં. કેટલાંકે ડરને લીધે લઘુશંકા કરી હતી. ફાર્મ-માલિકે અમને કહ્યું, “આ ઘેટાંઓ તરત સમજી જાય છે કે મુંડન માટે તેમને અહીં એકઠાં કરવામાં આવ્યાં છે. મુંડન તેમને ગમતું નથી. એટલે તેઓ પોતાનો અણગમો વ્યક્ત કરતાં હોય છે અને પોતાનો વારો જલદી ન આવે એ માટે છટકવાનો પ્રયત્ન કરતાં હોય છે.” ત્યારપછી માલિકે પોતાનું શર્ટ ઉતાર્યું. કાળા લાંબા બનિયન અને કાળા પૅન્ટ ઉપર એણે એપ્રન પહેરી લીધું. એણે લાકડાની અડધિયા જાળી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy