________________
દિગંબર સ્નાન
જાપાની ભાષામાં “ગાવા' (અથવા કાવા) એટલે નદી. ટોક્યોની ઉત્તરે લગભગ દોઢસો માઈલ દૂર કિનુગાવા નામનું એક અત્યંત રમણીય સ્થળ છે. ત્યાં આગળ કિનુ નામની નાનકડી નદી વહે છે. આ સ્થળ વિશેષ ખ્યાતિ પામ્યું છે ત્યાંના ગરમ પાણીના ઝરા માટે. જાપાનમાં ગરમ પાણીના ઝરા ઘણે સ્થળે છે. એવા સ્થળોને “હેલ્થ રેઝોર્ટ તરીકે જાપાને વિકસાવ્યાં છે. એવાં શાંત અને મનોહર સ્થળોએ જાપાનીઓ આરામ અને આનંદપ્રમોદ માટે વારંવાર જતાં હોય છે.
કિનુગાવામાં શરૂઆતમાં જે કેટલીક હોટેલો બંધાઈ તેમાં નદીમાં આવેલા ગરમ પાણીના ઝરામાંથી જ ગંધકવાળું ગરમ પાણી પાઇપ વાટે સીધું હોટેલમાં લાવી ગરમ પાણીના હોજ બાંધવામાં આવેલા. પરંતુ ત્યાર પછી એવા હોજની લોકપ્રિયતા વધતાં આસપાસ કેટલીયે મોટી મોટી આલીશાન હોટેલો બંધાઈ. તે બધી માટે ઝરાનું કુદરતી ગરમ પાણી લાવવાનું સરળ નહોતું. એટલે પ્રવાસીઓના આકર્ષણ માટે તેમાં ગંધકવાળા નહિ, પણ સાદા ગરમ પાણીના હોજ રાખવામાં આવ્યાં. હોટેલમાં જ હીટર વડે ટાંકીમાં ગરમ થયેલું પાણી કમર સુધીના ઊંડા આ હોજમાં આવે. ચોવીસ કલાક આ હોજ હોટેલના ગ્રાહકો માટે ખુલ્લા હોય.
કિનુગાવામાં ઘણીખરી હોટેલોમાં જાપાની પદ્ધતિથી રહેવાનું હોય છે. કિનુગાવા ઓનસેન' નામની એક મોટી આલીશાન હોટેલમાં અમારા ઉતારાની વ્યવસ્થા અમારા યજમાનોએ કરી હતી. હોટેલમાં પ્રવેશતાં જ દરવાજામાં અમારા બૂટ કઢાવી લેવામાં આવ્યા અને અમને લાકડાની ચાખડીઓ પહેરવા આપવામાં આવી. રૂમમાં ગયા પછી તરત અમારે જાપાની કિમોનો પહેરવો પડ્યો, કારણ કે હોટેલમાં પોતાનાં ઘરનાં કપડાં પહેરીને ફરવાની મનાઈ હતી. જે કોઈ સ્ત્રી-પુરુષો કિનુગાવાની જાપાની પદ્ધતિની હોટેલમાં રહેવા આવે તેમના માટે હોટેલ તરફથી અપાતો યુનિફૉર્મ જેવો કિમોનો પહેરવાનું લગભગ ફરજિયાત જેવું હોય છે. ગળાથી પગની એડી સુધી લટકતા, આગળથી સળંગ ખુલ્લા એવા ઝભ્ભામાં જમણી બાજુના છેડા ઉપર ડાબી
પા-૧૦ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org