________________
૧00
પાસપોર્ટની પાંખે બાવાઓ, ફકીરો ફોટો પડાવવાના પૈસા લેતા હોય છે. મને નેપાળનો પ્રસંગ યાદ આવ્યો. કાઠમંડુમાં નાક અને મોટું માટીનાં ઢેફાં વડે બંધ કરી, ભભૂતી લગાવી બજારમાં ચાલ્યા જતા એક લંગોટિયા બાવા સાથે ફોટો પડાવવાની ઈચ્છા એક જર્મન યુવતીને થઈ. એણે મને ફોટો પાડી આપવા માટે વિનંતી કરી. પોતાનો કેમેરા બરાબર ગોઠવીને એણે મને આપ્યો. મેં ચાંપ દબાવી કે તરત જ એ બાવાએ તે યુવતી પાસેથી દસ રૂપિયા જબરજસ્તીથી પડાવ્યા હતા. અજાણ્યા પ્રવાસીઓ પાસેથી પૈસા પડાવવાની બાવા, ફકીર કે • ભિખારીઓની આ પણ એક તરકીબ હોય છે. સ્કૉટલૅન્ડમાં પણ પ્રવાસનાં કેટલાંક સ્થળે કિલ્ટનો પોશાક પહેરી બેગપાઈપ વગાડતા માણસો પોતાની સાથે ફોટો પડાવવાના પૈસા લેતા હોય છે.
આ રીતે જિપ્સી સાથે ફોટો પડાવવાનું તો મોંઘું પડે.” મારા મિત્રે અફસોસ કરતાં કહ્યું.
કોઈ વખત આવું બને પણ ખરું. જ્યારે જ્યારે જિસી સાથેનો ફોટો આપણે જોઈશું ત્યારે ફરજિયાત આપવા પડેલા આ બે ડૉલરનું આપણને સ્મરણ થશે.' મેં હસતાં હસતાં કહ્યું.
હોંગકોંગથી અમે સિંગાપુર ગયા. સિંગાપુરમાં કેમેરાનો રોલ ધોવા માટે આપ્યો. જિપ્સી સાથેનો ફોટો જોવાની ઉત્સુકતા હતી, પરંતુ રોલ ધોવાઈને આવ્યો ત્યારે પાંત્રીસ ફોટાઓમાંથી એક પણ ફોટો આવ્યો નહોતો. અમને નવાઈ લાગી. ફોટોગ્રાફરને અમે કારણ પૂછ્યું. એને પણ નવાઈ લાગી. પછી એણે પ્રશ્ન કર્યો, “તમે ક્યાંય કસ્ટમમાંથી પસાર થયા છો ?' તરત અમને યાદ આવ્યું કે હોંગકોંગથી વિમાનમાં બેસતાં પહેલાં કસ્ટમમાં અમારે અમારો સામાન એક્સ-રે મશીનમાંથી પસાર કરવાનો હતો, અને સામાનમાં કેમેરા હતો તે જુદો કાઢી લેવાનું અમે ચૂકી ગયા હતા. એટલે આખો રોલ ઍક્સરે મશીનમાં એક્સપોઝ થઈ ગયો હતો.
જિપ્સી સાથેનો ફોટો અમારી પાસે નથી, પણ એ પ્રસંગની સ્મૃતિ તો હજી એટલી જ તાજી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org