SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ કુરાસાઓ ૧૧૯ નવો સાબુ આવ્યો. બાઈની સૂચનાથી નોકરે છરી વડે એના બે ટુકડા કર્યા. એમાંથી એક ટુકડો અમને આપ્યો. બીજો ટુકડો પાછો લઈ જવામાં આવ્યો. એક દિવસના ઘરાક માટે અડધો સાબુ પણ એમને કદાચ વધારે લાગ્યો હશે. અમે બોલવા જતાં હતાં પણ મૂંગાં રહ્યાં. હોટેલના દર અને હોટેલની કરકસર જોતાં અમને લાગ્યું કે કુરાસાઓ મોંઘું હોવું જોઈએ. વાત સાચી હતી. અતિશય ફુગાવાને કારણે વેસ્ટ ઇન્ડિઝના ઘણા દેશોમાં ભાવો બહુ ઊંચે ગયા હતા. સ્વસ્થ થઈ અમે ગામમાં ફરવા નીકળ્યાં. પગે ચાલીને બધે જઈ શકાય એટલું નાનું, વાહનોની ખાસ કશી અવરજવર વગરનું, તદન સ્વચ્છ, આસપાસ સમુદ્રનાં ભૂરાં નિર્મળ જલ અને ખુલ્લા આકાશને કારણે રળિયામણું લાગે એવું આ સુશાંત ગામ હતું. ચોપાનિયામાં આપેલા નકશા પ્રમાણે અમે નાની નાની શેરીઓમાં ફર્યા. તેમાં ગોરા લોકો થોડા અને કાળા લોકો વધુ એવી મિશ્ર વસતિ જણાતી હતી. અમેરિકન પ્રવાસીઓની વધેલી અવરજવરને કારણે કોઈ કોઈ લોકો અંગ્રેજી થોડું સમજતા હતા. એક રેસ્ટોરાંમાં અમે કૉશિ પીધી. ફરતાં ફરતાં ઢાળ ઊતરી અમે ખાડી પાસે આવી પહોંચ્યાં. વિશાળ ખુલ્લી જગ્યા હતી. સૂર્ય નમવા આવ્યો હતો એટલે તડકો સૌમ્ય બન્યો હતો. સમુદ્ર ઉપરથી વેગથી હવા વહેતી હતી. ખાડીના સામસામા કિનારે ગામ વસેલું છે. અમારી હોટેલ બાજુનો ભાગ ઓતરાબાંડા તરીકે અને સામેનો ભાગ પંડા તરીકે ઓળખાય છે. ઓતરાબાડા ટેકરાઓ પર વસેલું છે અને રહેઠાણ માટેનાં ઘરો ત્યાં વધુ છે. પંડા સપાટ મેદાનમાં વસેલું છે અને ત્યાં સરકારી અને બીજી કચેરીઓ, દુકાનો, રેસ્ટોરાં વગેરે વધારે છે. ત્યાં પથ્થરની અને લાલ નળિયાંનાં છાપરાંવાળી બે કે ત્રણ માળની ઘણી ઈમારતો અડોઅડ હારબંધ, ખાડીના કિનારાને સમાંતર આવેલી છે. મોટી સ્ટીમર જાય એટલી ઊંડી અને લગભગ બસો મીટર જેટલી પહોળી આ ખાડીમાં વચ્ચે તરતો ઝૂલતો લાકડાનો મજબૂત પુલ છે. અમે ઊભા હતાં એટલી વારમાં તો જોરથી હૉર્ન વાગ્યું અને ઘડિયાળનો કાંટો ખસે એમ ધીમે ધીમે અમારી બાજુથી પુલ ખસવા લાગ્યો. જોતજોતામાં તો તે સામી બાજુએ કિનારાને અડીને લાગી ગયો. દરમિયાન બંને કિનારેથી નાની લોંચ ચાલુ થઈ અને કેટલાક લોકો એમાં બેસીને સામે પાર જવા લાગ્યાં. થોડી વારમાં એક મોટી સ્ટીમર આવી અને પસાર થઈ ગઈ. પુલ ફરી પાછો જોડાઈ ગયો. કુરાસાઓમાં રિફાઈનરીને કારણે સ્ટીમરોની અવરજવર વધતી ગઈ છે. Jain Education International For Private & Personal Use Only : www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy